તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
સંસદમાં NEET મુદ્દે ગરમાવોઃ કિરેન રિજિજુ અને ખડગે વચ્ચે આમને-સામને આકરા પ્રહાર
શરતો લાદશો નહીં અને બહાના બનાવવાનું છોડો કહી સરકારને વિપક્ષે આપ્યો પડકારઃ ગળહની કાર્યવાહી સ્થગિત સરકારે ચર્ચાની તૈયારી દર્શાવી રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓને ભાગેડુ ગણાવી સંસદીય સંગ્રામ તેજ કર્યો

નવી દિલ્હી, તા.૨૩: સંસદના ચોમાસું સત્ર દરમિયાન NEET પેપર લીક અને પરીક્ષાની અનિયમિતતાઓને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યસભા અને લોકસભામાં ભારે હોબાળા વચ્ચે સંસદ સંકુલમાં કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. ગરમાગરમ માહોલ અને સતત સૂત્રોચ્ચારને કારણે ગળહની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવ્યા હતા અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માગણી દોહરાવી હતી.બીજી તરફ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગળહમાં સરકારનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે, NDA સરકાર સંસદના બંને ગળહોમાં NEET મુદ્દે વિપક્ષ ઈચ્છે તેટલો સમય અને કોઈપણ તારીખે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે. વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ચર્ચા માટે સમય નક્કી કરો, પરંતુ શરતો લાદવાનું અને બહાના બનાવવાનું બંધ કરો. જો વિપક્ષ સતત નવી શરતો મૂકશે તો દેશ સમજી જશે કે તેઓ માત્ર રાજકારણ કરવા માંગે છે અને ચર્ચાથી ભાગી રહ્યા છે.
આ ગરમાગરમ ચર્ચા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ રાહુલ ગાંધી અને ઈન્ડિયા બ્લોકના નેતાઓને ખુલ્લો સદન ચર્ચાનો પડકાર ફેંકયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ ચર્ચામાં ભાગ લેવાથી ડરે છે કારણ કે તેમનું વલણ ખુલ્લું પડી જશે. આ બાજુ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ સંસદના મકર ગેટ બહાર એકત્ર થઈને પેપર લીકના મુદ્દે બેનરો સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. NEET મુદ્દે સર્જાયેલું આ સંસદીય મડાગાંઠ હાલ દેશભરમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવાનો વિષય બન્યું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
