તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યનો મોટો દાવો, ઔદ્યોગિક દિગ્ગજ તાતા ગ્રુપ ટૂંક સમયમાં બંગાળ પરત ફરશે
સિંગુર વિવાદ અને તાતાની વિદાય રાજ્ય માટે શરમજનક હતી: નવી ઔદ્યોગિક નીતિઓ સાથે બંગાળ ફરીથી મોટા ઉદ્યોગો અને રોકાણકારોને આકર્ષશે

કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના બંગાળ પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો છે કે ઔદ્યોગિક જગતનું દિગ્ગજ તાતા ગ્રુપ ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળમાં વાપસી કરી મોટું રોકાણ કરશે. તેમણે ભૂતકાળના સિંગુર વિવાદને યાદ કરી તાતાની વિદાયને શરમજનક ગણાવી હતી અને રાજ્યમાં નવા ઔદ્યોગિક યુગની આશા વ્યક્ત કરી છે.
પશ્ચિમ બંગાળના રાજકારણ અને ઔદ્યોગિક જગત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બંગાળ પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ એક સભાને સંબોધતા મોટો અને આશાવાદી રાજકીય દાવો કર્યો છે કે દેશનું પ્રખ્યાત ઔદ્યોગિક ગૃહ 'તાતા ગ્રુપ' ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળમાં ભવ્ય વાપસી કરશે અને રાજ્યમાં મોટા પાયે રોજગારીલક્ષી રોકાણ કરશે.
વર્ષો જૂના સિંગુર નેનો પ્લાન્ટ વિવાદનો ઉલ્લેખ કરતા ભટ્ટાચાર્યએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "ભૂતકાળની સરકારોની નીતિઓ અને રાજકીય વિરોધના કારણે તાતા મોટર્સ જેવા પ્રતિષ્ઠિત ગ્રુપને પોતાનો પ્રોજેક્ટ સમેટીને બંગાળ છોડવા મજબૂર થવું પડ્યું હતું. તે ઘટના સમગ્ર રાજ્ય અને બંગાળની જનતા માટે અત્યંત શરમજનક હતી."
જોકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે સમય બદલાઈ રહ્યો છે અને કેન્દ્રની નવી ઔદ્યોગિક નીતિઓના સથવારે બંગાળ ફરીથી તાતા સહિતના નામાંકિત ઉદ્યોગો અને રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બનવામાં સફળ રહેશે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
