<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

દિલ્‍હીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં ગરમાગરમ ચર્ચાઃ ફટાકડા ફોડવાનો ધર્મ સાથે શું સંબંધ?

સંપૂર્ણ પ્રતિબંધને બદલે સમયમર્યાદા નક્કી કરવા વિચારણાઃ કાગળ પર આદેશો આપવાને બદલે વ્‍યવહારુ ઉકેલ લાવવો જરૂરી : ભગવાન પણ દલીલો સાંભળીને આヘર્યચકિત થશેઃ ધાર્મિક લાગણીઓ અને જાહેર આરોગ્‍ય વચ્‍ચે સંતુલિત અભિગમ અપનાવવા પર ભાર

નવી દિલ્‍હી, તા.૧૨: દિલ્‍હી અને સમગ્ર એનસીઆર ક્ષેત્રમાં શિયાળાના આગમન સાથે બગડતી હવાની ગુણવત્તા અને વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ભારે ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. ફટાકડાના ઉપયોગ અને પ્રતિબંધ અંગે જસ્‍ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્‍ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે ધાર્મિક લાગણીઓ અને જાહેર જનતાના આરોગ્‍ય વચ્‍ચે એક વ્‍યાવહારિક અને સંતુલિત રસ્‍તો કાઢવા પર ખાસ ભાર મૂકયો હતો. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે ફટાકડા ફોડવા એ કોઈ ધાર્મિક સ્‍વતંત્રતાના મૂળભૂત અધિકારનો ભાગ નથી. પ્રાર્થના કરવી એ ધાર્મિક શ્રદ્ધાની અભિવ્‍યક્‍તિ છે, પરંતુ ફટાકડા ફોડવાને ધર્મ સાથે જોડી શકાય નહીં. વકીલે ટિપ્‍પણી કરતા કહ્યું હતું કે જો ભગવાન પણ આવી દલીલો સાંભળશે તો તેમને પણ આヘર્ય થશે. આ જ સંદર્ભમાં બેન્‍ચના સભ્‍ય જસ્‍ટિસ જોયમલ્‍યા બાગચીએ પણ સવાલ ઉઠાવ્‍યો હતો કે, ફટાકડા ફોડવાનો ધર્મ સાથે શું સંબંધ છે?

મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન સ્‍પષ્ટ કર્યું હતું કે કોર્ટ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતી નથી, પરંતુ પ્રદૂષણના ગંભીર પડકારને ધ્‍યાનમાં રાખીને સંતુલિત અભિગમ જરૂરી છે. તેમણે ટાંકયું હતું કે જો દિલ્‍હી-એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણપણે બેન કે પ્રતિબંધ લગાવી દેવામાં આવે, તો પણ જમીની સ્‍તરે તેનું કડક અમલીકરણ કરવું અત્‍યંત મુશ્‍કેલ બની જાય છે. લોકો કાયદાથી બચવા દિવસના સમયે પણ ફટાકડા ફોડવાનું શરૂ કરી દે છે. આથી, માત્ર કાગળ પર આદેશો આપવાને બદલે વ્‍યવહારુ ઉકેલ લાવવો જરૂરી છે.

કોર્ટે સૂચવ્‍યું હતું કે ફટાકડા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાના બદલે તેના ઉપયોગ માટે ચોક્કસ સમયમર્યાદા મર્યાદિત કરવાનો વિકલ્‍પ વધુ યોગ્‍ય બની શકે છે. આ સંદર્ભે અગાઉ ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ જસ્‍ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્‍ટિસ પી.બી. વરાલેની બેન્‍ચે પણ ચોક્કસ શરતો સાથે ફટાકડા ફોડવાની મંજૂરી આપવાના સુચન તરફ સકારાત્‍મક સંકેત આપ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૫થી ચાલી રહેલી અરજીઓ સાથે જોડાયેલો છે, જેમાં દિલ્‍હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે ફટાકડાના ઉત્‍પાદન, વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણો મૂકવાના નિર્દેશો આપવામાં આવ્‍યા હતા.

(3:04 PM IST)