તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પેરિસમાં હીટવેવનો હાહાકાર: જાહેર સ્થળો પર દારૂ પીવા અને વેચવા પર સખત પ્રતિબંધ, તમામ રમતગમતના કાર્યક્રમો સ્થગિત!
કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટ એટેકના કેસોમાં ૪ ગણો ઉછાળો આવતા હેલ્થ ઇમરજન્સી જાહેર: હોસ્પિટલો માટે ₹૧,૦૦૦ કરોડથી વધુના ખાસ ભંડોળની જાહેરાત, કારમાં ફસાવાથી માસૂમ બાળકોના મોત

પેરિસ, તા.26: સમગ્ર યુરોપને ભઠ્ઠીની જેમ શેકી રહેલા ભયાનક ગરમીના મોજા (Heatewave) ના કારણે ફ્રાન્સની રાજધાની પેરિસમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. પેરિસના સત્તાવાળાઓએ ફ્રાન્સની કથળતી આરોગ્ય પ્રણાલી પરનો બોજ ઘટાડવા અને કટોકટીની સ્થિતિને કાબૂમાં લેવા માટે શુક્રવારથી પેરિસવાસીઓ પર જાહેર સ્થળોએ દારૂ ખરીદવા અને પીવા પર કડક અસ્થાયી પ્રતિબંધ લાદી દીધો છે. પેરિસના પોલીસ વડા પેટ્રિસ ફૌરે શુક્રવારે બપોરથી શેરીઓ અને ઉદ્યાનોમાં દારૂના સેવન પર અને સાંજે 6 વાગ્યાથી તેના વેચાણ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે.
તડકામાં દારૂ પીવાની જીવલેણ અસરો
પોલીસ વડા પેટ્રિસ ફૌરે ગુરુવારે રાત્રે પત્રકારોને જણાવ્યું હતું કે, "સીધા સૂર્યપ્રકાશમાં દારૂ પીવાથી માનવ શરીર પર વિનાશક અસરો થાય છે. આના કારણે અગ્નિશામકો અને ઇમરજન્સી મેડિકલ ટીમો પર દબાણ એટલું વધી જાય છે કે તેઓ અન્ય ગંભીર દર્દીઓ સુધી પહોંચી શકતા નથી." તેમણે ચેતવણી આપી છે કે જો હોસ્પિટલની સંભાળ પ્રણાલીઓ ભરાઈ જશે, તો તે વધારાના અકસ્માતો અથવા સમયસર સારવાર ન મળવાને કારણે હોનારત સર્જી શકે છે. પ્રતિબંધનો ભંગ કરનારાઓને જેલ નહીં, પરંતુ મોટો આર્થિક દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં યોજાનારી તમામ રમતગમત સ્પર્ધાઓ, સંગીત ઉત્સવો અને પ્રાઇડ માર્ચ જેવા જાહેર મેળાવડાઓને પણ મુલતવી રાખવાનો આદેશ અપાયો છે.
ફ્રાન્સના આરોગ્ય પ્રધાન અને વડા પ્રધાનના મોટા પગલાં:
· હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક ઉછાળો: આરોગ્ય પ્રધાન સ્ટેફની રિસ્ટેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે છેલ્લા ૨૪ કલાકમાં પેરિસમાં હૃદયરોગના હુમલા (Heart Attack) ના કેસો સામાન્ય દર કરતાં ચાર ગણા વધુ નોંધાયા છે.
· ઇમરજન્સી ફંડિંગ: વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ હેલ્થકેર સિસ્ટમમાં હાઇએસ્ટ એલર્ટ જાહેર કરીને હોસ્પિટલ સ્ટાફ વધાર્યો છે. સરકારે હોસ્પિટલોમાં તાત્કાલિક એર-કન્ડિશનિંગ અને પંખાઓની સુવિધા ઊભી કરવા ૧૦૦ મિલિયન યુરો (આશરે $૧૧૪ મિલિયન અથવા ₹૯૫૦ કરોડથી વધુ) ના ખાસ ભંડોળની જાહેરાત કરી છે.
ગરમીના કારણે દેશમાં કરૂણ અકસ્માતોની હારમાળા
સરકારી આંકડા મુજબ, ૧૮ જૂનથી ૨૩ જૂન દરમિયાન ગરમીથી બચવા નદી-નહેરોમાં નહાવા પડેલા લોકોમાંથી ૪૦ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઉપરાંત, ગરમીના કારણે કારની અંદર બંધ થઈ જવાથી ત્રણ માસૂમ બાળકોના મોતના કાળજું કંપાવી દે તેવા અહેવાલો છે. પેરિસના ઉપનગરમાં એક ૩ વર્ષનો માસૂમ છોકરો પરિવારની કારમાં મૃત હાલતમાં મળ્યો હતો, જ્યારે દક્ષિણના કાર્પેન્ટ્રસ શહેરમાં માતા-પિતાની કારમાં બેભાન થઈ જવાથી ૨ અને ૪ વર્ષના બે સગા ભાઈ-બહેનોના કરૂણ મોત નીપજ્યા છે. સત્તાવાળાઓએ લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને મહત્તમ સાવચેતી રાખવા અપીલ કરી છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
