<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભારે કરી! ૭૫ વર્ષની ઉંમરે દાદા વરરાજા બન્‍યાઃ મહિલા નહીં પણ માદા શ્વાનને દુલ્‍હન બનાવી

કથિત અપશુકનને દૂર કરવા માટે શેરીની એક માદા શ્વાનને પોતાની દુલ્‍હન બનાવી અને તેની સાથે પરંપરાગત થારુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યાઃ ત્રણ દિવસ બાદ મોત થઈ ગયું

કાઠમંડુ તા.૧૪: લગ્નને મોટા ભાગે બે માણસો વચ્‍ચે જીવનભર સાથે નિભાવવાનું વચન માનવામાં આવે છે. પણ દુનિયામાં એવી કેટલીય પરંપરાઓ અને માન્‍યતાઓ પણ છે, જેના વિશે સાંભળી લોકો ચોંકી જાય છે. નેપાળમાંથી સામે આવેલી એક જૂની અને ખૂબ જ અજીબોગરીબ લગ્નની કહાની હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ કહાનીમાં એક ૭૫ વર્ષના વ્‍યક્‍તિના કથિત રીતે કોઈ મહિલા સાથે નહીં પણ એક કૂતરી સાથે લગ્ન કરાવ્‍યા હતા.

આ શખ્‍સનું નામ ફુલરામ ચૌધરી હોવાનું કહેવાય છે. કહાની અનુસાર, ચૌધરીની ઉંમર જ્‍યારે ૭૫ વર્ષની થઈ, ત્‍યારે તેમના મોંમાં ફરી વાર દાંત નીકળવા લાગ્‍યા. તેમના સમુદાયની પરંપરા માન્‍યતા અનુસાર, આટલી ઉંમરમાં દાંત ફરી વાર ઊગવા અશુભ સંકેત માનવામાં આવે છે. તેને આવનારી મુશ્‍કેલી અથવા દુર્ભાગ્‍ય સાથે જોડીને લોકો જોવા લાગ્‍યા. આ કથિત અપશુકનને દૂર કરવા માટે ફુલરામ ચૌધરીએ શેરીની એક માદા શ્વાનને પોતાની દુલ્‍હન બનાવી અને તેની સાથે પરંપરાગત થારુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યા. તેમને આશા હતી કે આ વિધિ બાદ તેમના પર મંડરાઈ રહેલો કથિત ખતરો ટળી જશે, પણ આવું થઈ શક્‍યું નહીં.

કહાનીમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્‍યારે આવ્‍યો, જ્‍યારે લગ્નના ખાલી ત્રણ દિવસ બાદ ફુલરામ ચૌધરીનું મોત થઈ ગયું. એટલે કે જે લગ્નને ખરાબ કિસ્‍મત દૂર કરવા માટે કર્યા હતા, તેના થોડા જ દિવસ બાદ તેમનું મોત થઈ ગયું. આ કારણથી આ ઘટના લાંબા સમયથી એક વિચિત્ર લગ્નની કહાની તરીકે યાદ રાખવામાં આવી. કોઈ માણસનું કૂતરા સાથે લગ્ન કરવા સાંભળવામાં થોડું અવિશ્વસનીય લાગે, પણ આ ઘટનાને આધુનિક વિવાહની માફક સમજવું યોગ્‍ય નથી. તેની પાછળ એક સ્‍થાનિક પરંપરાગત માન્‍યતા હોવાનું કહેવાય છે.

કહાની અનુસાર, થારુ સમુદાયમાં કોઈ વૃદ્ધ પુરુષના મોંમાં ફરી વાર દાંત ઊગવા એક ખાસ પ્રકારના અપશુકન તરીકે જોવામાં આવે છે. માનવામાં આવતું હતું કે આવું થવા પર વ્‍યક્‍તિના જીવનમાં કોઈ મોટી અઘટિત ઘટના ઘટી શકે છે. આ માન્‍યતા અનુસાર, આવા વ્‍યક્‍તિને એક કૂતરા સાથે લગ્ન કરવાની વિધિ નિભાવવી પડે છે. કૂતરાને પ્રતિકાત્‍મક રીતે દુલ્‍હન તરીકે સ્‍વીકાર કરવામાં આવે છે. એવું માનવામાં આવતું હતું કે, તેનાથી કથિત ખરાબ કિસ્‍મત વ્‍યક્‍તિમાંથી હટીને આ વિધિ દ્વારા દૂર થાય છે.

કહાનીની શરૂઆત જ આ ઘટનાથી થઈ, જેણે પરિવાર અને સમુદાયના લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું. ૭૫ વર્ષની ઉંમરમાં ફુલરામ ચૌધરીના મોંમાં નવા દાંત ઊગવા લાગ્‍યા. સામાન્‍ય રીતે માણસોમાં સ્‍થાયી દાંત નાનપણ અને કિશોરાવસ્‍થામાં વિકસિત થઈ જાય છે. ઉંમર વધવાની સાથે દાંત પડવા એ વૃદ્ધોમાં સામાન્‍ય વાત છે, પણ કોઈ વૃદ્ધ વ્‍યક્‍તિને નવા દાંત નીકળી આવે તેવી ઘટના અસામાન્‍ય લાગી શકે. તે સમયની સ્‍થાનિક માન્‍યતા અનુસાર, ચૌધરીને ફરી વાર દાંત ઊગવા શુભ માનવામાં નહોતું આવતું. તેમને ડર હતો કે આ તેમના માટે કોઈ મોટી મુસીબતના સંકેત હોઈ શકે છે. ત્‍યાર બાદ પરિવાર અને સમુદાયની માન્‍યતા અનુસાર, તેમની સાથે શેરીની એક કૂતરી સાથે લગ્ન કર્યા. ચૌધરીને લાગ્‍યું કે હવે બધી મુસીબત ટળી જશે, પણ ત્રણ રાત બાદ ખુદ ફુલરામ ઉપર જતા રહ્યા.

(10:06 AM IST)