<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ભારે કરી! દિલ્‍હીમાં હવે ભાડે મળી રહી છે ગર્લફ્રેન્‍ડઃ રેટ કાર્ડ વાયરલ

એક્‍સ પર નલિની ઉનાગર નામની યુઝરે દિવ્‍યાના આ રેટ કાર્ડનો શેર કર્યો છે, જે બાદ પોસ્‍ટ વાયરલ થઈ ગઈ

નવી દિલ્‍હી તા.૯: સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખો અને વિવાદાસ્‍પદ ટ્રેન્‍ડ વાયરલ થઈ રહ્યો છે. રાજધાની દિલ્‍હીમાં હવે ગર્લફ્રેન્‍ડ ભાડે પણ મળી રહી છે. એક યુવતી દિવ્‍યાએ પોતાની સેવાઓ ‘‘Rent Me for a Day'' નામથી ઓફર કરી છે અને તેનું રેટ કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ટ્રેન્‍ડને જોઈ ચોંકી રહ્યા છે. કોમેન્‍ટમાં લોકો પૂછી રહ્યા છે કે આટલું મોંઘું ભાડું EMI પર પણ ચાલશે?

કેટલું છે ભાડું દિવ્‍યાએ પોતાના રેટ કાર્ડમાં વિવિધ પેકેજ આપ્‍યા છે.

ચિલ કોફી ડેટ- ૧૫૦૦ રૂપિયા

ડિનર અને મૂવી ડેટ- ૨૦૦૦ રૂપિયા

ફેમિલી મીટિગ- ૩૦૦૦ રૂપિયા

ઇવેન્‍ટ કમ્‍પેનિયન- ૩૫૦૦ રૂપિયા

બાઇક ડેટ- ૪૦૦૦ રૂપિયા

શોપિગ સ્‍પ્રી- ૪૫૦૦ રૂપિયા

એડવેન્‍ચર ડે- ૫૦૦૦ રૂપિયા

વીકેન્‍ડ ટુ-ડે ગેટઅવે- ૧૦,૦૦૦ રૂપિયા

સોશિયલ મીડિયા પોસ્‍ટ- ૬૦૦૦ રૂપિયા

આ ઉપરાંત કસ્‍ટમાઇઝ્‍ડ પ્‍લાન પણ મળશે.

કેવી રીતે શરૂ થયો આ ટ્રેન્‍ડ એક્‍સ પર નલિની ઉનાગર નામની યુઝરે દિવ્‍યાના આ રેટ કાર્ડનો શેર કર્યો છે, જે બાદ પોસ્‍ટ વાયરલ થઈ ગઈ. ત્‍યાર બાદ બીજા એક યુઝર મિક્કૂએ દાવો કર્યો કે દિલ્‍હીની કેટલીય છોકરીઓ રેન્‍ટલ ગર્લફ્રેન્‍ડ પ્‍લેટફોર્મ પર કામ કરી સારી એવી કમાણી કરી રહી છે. તેમણે જણાવ્‍યું કે, એક કલાક માટે ૧૦૦૦ સુધી મળી શકે છે. તેની સાથે જ ફ્રી ખાવાનું, શોપિગ અને ક્‍યારેક ક્‍યારેક એક્‍સ્‍ટ્રા ગિફટ્‍સ પણ મળે છે. અમુક છોકરીઓ એક દિવસમાં ૩-૪ બુકિગ કરી ૬૦૦૦થી ૭૦૦૦ રૂપિયા સુધી કમાઈ રહી છે.

એક વીડિયોમાં યુવતીએ જણાવ્‍યું કે, તે KoPartner.in પ્‍લેટફોર્મ પર રજિસ્‍ટર્ડ છે. જે ભારતની સૌથી મોટી રેન્‍ટલ કંપની પ્‍લેટફોર્મ હોવાનો દાવો કરે છે. અહીં છોકરા શોપિંગ, મૂવી, હરવા-ફરવા અને ટ્રાવેલિગ માટે કમ્‍પેનિયન બુક કરે છે. આ પોસ્‍ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ છે. અમુક લોકો તેને આધુનિક અને સ્‍વતંત્રતાનું પ્રતીક ગણાવી રહ્યા છે. તો અમુક તેને નૈતિકતા વિરુદ્ધ માની રહ્યા છે. એક યુઝરે લખ્‍યું કે, ચ્‍પ્‍ત્‍ ચાલશે ભાઈ? બીજાએ લખ્‍યું કે, આ તો નવું બિઝનેસ મોડલ છે, કેટલીય મહિલાએ તેને empowering ગણાવ્‍યું, જ્‍યારે અમુકે ચિતા વ્‍યક્‍ત કરી કે આ ટ્રેન્‍ડની સમાજ પર શું અસર થશે?

વિદેશોમાં ‘‘Rent a Girlfriend'', ‘‘Rent a Boyfriend'' અને ત્‍યાં સુધી કે ‘‘Rent a Family''નો કોન્‍સેપ્‍ટ પહેલાથી લોકપ્રિય છે. જાપાન, ચીન અને અમુક યુરોપિયન દેશોમાં આ સર્વિસિસ પહેલાથી ચાલી રહી છે. હવે ભારતમાં પણ તે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ખાસ કરીને દિલ્‍હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં છેલ્‍લા કેટલાક સમયથી આ વાયરલ થઈ રહ્યું છે.

 

(9:51 AM IST)