<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ભારે કરી! હોટલમાં ગર્લફ્રેન્‍ડને લઈ ગયો યુવકઃ દારુ સાથે પાવર વધારવાની દવા લીધા બાદ સંબંધ બાંધ્‍યાઃ જીવ જતો રહ્યો

યુવક પહેલાથી પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. એટલું જ નહીં તેની સાથે સંબંધ બાંધવા માટે દિલ્‍હીથી આવેલી મહિલા પણ બે બાળકોની માતા

હલ્‍દ્વાની,તા.૨૩: ઉત્તરાખંડમાં હલ્‍દ્વાનીમાં એક ૩૨ વર્ષના યુવકની હોટલમાં અજીબોગરીબ સ્‍થિતિમાં જીવ જતો રહ્યો, જેના કારણે આખી હોટલમાં હડકંપ મચી ગયો. હકીકતમાં જોઈએ તો, રાજપુરા વિસ્‍તારમાં રહેતા એક યુવક શહેરની જ એક હોટલમાં ગયો અને અહીં દિલ્‍હીથી આવેલા એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા. પણ આ સંબંધ બનાવતી વખતે તેનો જીવ જતો રહ્યો.

કહેવાય છે કે આ યુવકે પોતાની સેક્‍સ પાવર વધારવા માટે દારૂની સાથે સેક્‍સ પાવર વધારવાની શક્‍તિવર્ધક વિયાગ્રાની ગોળીઓ ખાઈ લીધી હતી. જેના કારણે બ્‍લડ પ્રેશર અચાનક વધી ગયું અને તેનો જીવ જતો રહ્યો. યુવક જે મહિલા સાથે હોટલમાં રોકાયો હતો, તે મહિલા યુવકને લઈને સુશીલા તિવારી હોસ્‍પિટલમાં પહોંચી, પણ ડોક્‍ટરે ત્‍યાં યુવકને મૃત ઘોષિત કરી દીધો.

પોલીસની જાણકારી અનુસાર, મૃતક યુવક હલ્‍દ્વાનીનો રહેવાસી છે. જે પહેલાથી પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. એટલું જ નહીં તેની સાથે સંબંધ બાંધવા માટે દિલ્‍હીથી આવેલી મહિલા પણ બે બાળકોની માતા છે. પણ બંને વચ્‍ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. મહિલાએ જણાવ્‍યું કે યુવક બેભાન થતાં જ તેણે હોટલ સ્‍ટાફને જાણકારી આપી, જે બાદ યુવકને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો, જ્‍યાં તેને મૃત જાહેર કરવામાં આવ્‍યો.

પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું કે, યુવક પોતાના મોસાળ બદાયૂંમાં ગયો હતો, ત્‍યાં તેને એક મહિલા સાથે સંપર્ક થયો હતો. પણ મહિલાના લગ્ન દિલ્‍હીમાં થયા હતા, જ્‍યારે યુવક હલ્‍દ્વાનીમાં રહેતો હતો. જો કે આ દરમ્‍યાન બંને એકબીજાના કોન્‍ટેક્‍ટમાં રહ્યા અને સમય સમય પર એકબીજાને મળતા હતા. યુવકના કહેવા પર મહિલા તેને મળવા અમુક સમયે હલ્‍દ્વાનીમાં આવતી હતી. પોલીસ હવે મહિલા સાથે પણ પૂછપરછ કરી રહી છે. જે તેની સાથે હોટલમાં રોકાઈ હતી. સાથે જ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છે

(1:41 PM IST)