<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા : પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી

હરિયાણા-ચંદીગઢમાં 70 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન: આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ: બિહાર અને ઝારખંડમાં તેજ પવન સાથે ગાજવીજની શક્યતા:દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં કરા પડવાની ચેતવણી

 

નવી દિલ્હી :દેશભરમાં હવામાન બદલાયું છે. દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 મેના રોજ દિલ્હીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતની વાત કરીએ તો 13 મે થી 16 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે વાવાઝોડા ફૂંકાય તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

 

 

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં પણ હવામાનની અસર થશે. આ રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

 

ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, 13 થી 18 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. 13 થી 17 મે દરમિયાન આસામ અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સતત વરસાદને કારણે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને ભૂસ્ખલન થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદની સંભાવના છે. બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડાની શક્યતા છે, જેમાં પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે

 

(3:48 PM IST)