તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી : હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંખડમાં ભૂસ્ખલન અને આંધીનું જોખમ
દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વિસ્તાર ઉપર સર્જાયેલું લો-પ્રેશર હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, કચ્છ અને પાકિસ્તાનની સરહદ નજીક સક્રિય

નવી દિલ્હી :દેશભરમાં હવામાનનો મિજાજ ભારે તોફાની રહેવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને આંધીનું જોખમ છે, જ્યારે મેદાની રાજ્યોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો સહિત વિવિધ ભાગોમાં વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે. દેશમાં શિમલા સૌથી ઠંડું જ્યારે કોલકાતા સૌથી વધુ ગરમ અને ભેજવાળું શહેર રહેવાનો અંદાજ છે.
ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કેટલાક સ્થળોએ વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અપડેટ મુજબ 16થી 21 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રીજન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વિસ્તાર ઉપર સર્જાયેલું લો-પ્રેશર હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, કચ્છ અને પાકિસ્તાનની સરહદ નજીક સક્રિય છે. તેના પ્રભાવને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં 16 સપ્ટેમ્બરે માછીમારોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.
રાજધાની દિલ્હી અને સમગ્ર એનસીઆરમાં નવી દિલ્હી, દ્વારકા, રોહિણી સહિતના વિસ્તારોમાં વાદળોની અવરજવર રહેશે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ વધુ રહેશે, જ્યારે સાંજે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
શિમલા, કુલ્લુ, મનાલી, કાંગડા, ધર્મશાલા, સોલન અને મંડીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાથી તાપમાનમાં ઘટાડો થશે. શિમલામાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોને સાવચેત રહેવા જણાવાયું છે.
શ્રીનગર, જમ્મુ, અનંતનાગ, બારામુલ્લા, પહલગામ અને ગુલમર્ગમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના છે. ખીણના ઊંચા વિસ્તારોમાં હળવી ઠંડીનો અહેસાસ થશે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
દહેરાદૂન, નૈનીતાલ, ઉત્તરકાશી, ચમોલી અને હરિદ્વારમાં મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં અચાનક ભારે વરસાદના કારણે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ)નું જોખમ ઊભું થયું છે. દહેરાદૂનમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
લખનૌ, કાનપુર, વારાણસી, આગ્રા, પ્રયાગરાજ, મેરઠ અને ગોરખપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
પટના, ગયા, ભાગલપુર, મુઝફ્ફરપુર સહિતના જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. ઉત્તરી અને પૂર્વી બિહારમાં મધ્યમ વરસાદથી તાપમાન ઘટશે પરંતુ ભેજનું પ્રમાણ ઊંચું રહેશે. પટનામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.
રાંચી, જમશેદપુર, ધનબાદ, બોકારો સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે ગાજવીજનું પૂર્વાનુમાન છે. ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. રાંચીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
કોલકાતા, દાર્જિલિંગ, જલપાઈગુડી અને સિલીગુડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકા છે. કોલકાતામાં ભેજનું પ્રમાણ 85 ટકા જેટલું ઊંચું રહેવાની સાથે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
અમૃતસર, લુધિયાણા, પટિયાલા, જલંધર અને મોહાલીમાં દિવસભર કાળા વાદળો છવાયેલા રહેશે. 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. અમૃતસરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર અને ઉજ્જૈનમાં હળવોથી મધ્યમ વરસાદ થવાનો અંદાજ છે. બપોરના સમયે વરસાદથી વાતાવરણ ખુશનુમા બનશે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
જયપુર, ઉદયપુર, કોટા, બિકાનેર અને જોધપુરમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળભરી આંધી સાથે હળવા ઝાપટાં અને પૂર્વીય ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જયપુરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
રાયપુર, બિલાસપુર, દુર્ગ અને બસ્તરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ વિસ્તારોમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાયપુરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
મુંબઈ, થાણે, રત્નાગિરી, સિંધુદુર્ગ અને પુણે સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કોંકણ ક્ષેત્રમાં તૂટક તૂટક વરસાદ ચાલુ રહેશે, જ્યારે મુંબઈમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
ભુવનેશ્વર, કટક, પુરી અને બાલાસોરમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી છે. દરિયાકાંઠે ઊંચા મોજાં ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. ભુવનેશ્વરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
