<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના: કર્ણાટકના અનેક જિલ્લામાં યલો એલર્ટ

દક્ષિણી રાજ્યોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડવાને કારણે તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે

નવી દિલ્હી :દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોમાસા પૂર્વેની સિસ્ટમ વધુ સક્રિય બની છે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આગામી કલાકોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને કર્ણાટકની રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા 'યલો એલર્ટ'  જાહેર કરવામાં આવ્યું છે. આ દક્ષિણી રાજ્યોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડવાને કારણે તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે. જોકે, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ જવાની (વોટર લોગિંગ) અને સ્થાનિક પૂર જેવી કટોકટી સર્જાઈ શકે છે.

(11:45 PM IST)