<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડીનો પ્રકોપ વધ્યો: રાજ્યના 11 જિલ્લા હિમવર્ષાથી પ્રભાવિત: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી

કડકડતી ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું: અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. રાજ્યના 11 જિલ્લા હિમવર્ષાથી પ્રભાવિત થયા છે. કેદારનાથમાં તાપમાન ગગડીને માઈનસ 8 ડિગ્રી નોંધાયું છે. કડકડતી ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષા અને નીચા તાપમાનને પગલે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે

(1:34 PM IST)