હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છેલ્લા ૧૦ દિવસમાં સોના-ચાંદીમાં ભારે ચઢાવ-ઉતારઃ સોનું પ૮૪૦ તથા ચાંદી રપ હજાર સુધી ગગરી : તા. ર૯ થી ૩૧ ઓકટોબર દરમિયાન ચાંદી ૧ કિલોએ ર૦ હજાર સસ્તી થઇઃ સોનું બે દિવસ સ્થિર રહ્યું
આજે સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સૌથી પહેલાં સોનાની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં ઉતાર-ચઢાવ વચ્ચે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.5840 અને 22 કેરેટના સોનાના ભાવમાં રૂ.5050નો ઘટાડો થયો છે. આ 10 દિવસ દરમિયાન 24 ઓક્ટોબર અને આજે 1 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 24 ઓક્ટોબર ઉપરાંત 26થી 28 ઓક્ટોબર દરમિયાન સોનાના ભાવમાં વધારો નોંધાયો હતો. બાકીના દિવસોમાં સોનાની ચમક ફીકી પડી હતી.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,39,030 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,27,450 છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,27,450 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,38,880 છે.
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,38,930 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,27,350 છે.
હવે ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં આવેલી સુસ્તી અને મોટા પાયે નફાવસૂલીએ ચાંદીના ભાવને નીચે ધકેલ્યા છે. છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં રૂ.25000નો ઘટાડો થયો છે. છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં રૂ.25000નો ઘટાડો નોંધાયો છે. 23 ઓક્ટોબરના રોજ રૂ.5000ના ઘટાડા બાદ ચાંદીના ભાવ સતત 5 દિવસ સુધી સ્થિર રહ્યા હતા. જોકે, ત્યારબાદ સતત 3 દિવસ એટલે કે 29થી 31 ઓક્ટોબર દરમિયાન 1 કિલો ચાંદીના ભાવમાં રૂ.20000નો ઘટાડો થયો હતો.
ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સોના-ચાંદીની ચમક ફીકી પડી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિઓ પણ કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ લાવી રહી છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં વધારો કરી શકે છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, ઓક્ટોબરની નીતિ બેઠકમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ ભવિષ્યમાં દર વધારવાના સંકેતો જરૂર આપવામાં આવ્યા હતા.
ભારતમાં પણ ભારતીય રિઝર્વ બેંકએ ઓક્ટોબરની શરૂઆતમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. સામાન્ય રીતે જ્યારે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા હોય અથવા વ્યાજદર ઊંચા રહેતા હોય ત્યારે સોનાની માંગ અને તેની ચમક પર દબાણ જોવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
