તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જિદ્દમાં યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ
લોકો તેને ૬ કલાક સુધી સમજાવતા રહ્યા, પણ કન્યા માની જ નહીં

આઝમગઢ,તા.૩૦: ઉત્તર પ્રદેશના આઝમગઢ પાસે છપરા ગામમાં રહેતી ૨૮ વર્ષની અંજલિ રાજભર છેલ્લાં ત્રણ વર્ષથી અજય માંઝી નામના યુવક સાથે સંબંધમાં હતી. અજયના પરિવારજનોને જ્યારે આ સંબંધ વિશે ખબર પડી તો તેમણે લગ્નની ના પાડી દીધી. તેમણે તો એટલે સુધી કહી દીધું કે જો અજય આ છોકરી સાથે લગ્ન કરશે તો તેણે પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. એને કારણે અજયે અંજાલિ સાથે વાત કરવાનું અને મળવાનું બંધ કરી દીધું. બોયફ્રેન્ડ હિમત હારી બેઠો એટલે નારાજ થયેલી અંજાલિ છપરા પહોંચી ગઈ અને લગભગ ૨૦૦ ફુટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગઈ. ત્યાંથી તેણે રીલ બનાવી અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી. રીલમાં તેણે કહેલું કે જો અજય સાથે લગ્ન ન થયાં તો તે અહીંથી કૂદીને જીવ આપી દેશે. તેણે પહેલાં એક સુસાઇડ-નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાના મૃત્યુ માટે અજય અને તેના પરિવારજનોને જવાબદાર ગણાવ્યા હતા. સોશ્યલ મીડિયા પર મૂકેલી રીલ થોડા જ કલાકોમાં વાઇરલ થઈ ગઈ. લોકો તેને ૬ કલાક સુધી સમજાવતા રહ્યા, પણ કન્યા માની જ નહીં. સોશ્યલ મીડિયા પરની રીલને ખૂબબધા વધુ વ્યુઝ મળ્યા અને ટાવર પાસે સેંકડો લોકો ભેગા થઈ ગયા. આખરે પોલીસ અને ફાયર-બ્રિગેડની ટીમે તેને ઉપર ચડીને પાણી પિવડાવ્યું અને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી. જોકે આ તાયફા પછી હજી પણ અજય લગ્ન માટે તૈયાર થયો નહોતો.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
