<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જમ્મુની કસ્ટડીમાંથી ભાગેલો હેરોઇન તસ્કર ત્રણ દિવસે જાલંધરમાં ઝડપાયો; ઓળખ છુપાવવા દાઢી-મૂછ સાથે માથું પણ મુંડાવ્યું, છતાં બચ્યો નહીં

જમ્મુ, કાશ્મીર અને પંજાબ પોલીસના સંયુક્ત અભિયાનને સફળતા; જંગલ અને પઠાણકોટ થઈ પંજાબ પહોંચેલા આરોપીને ફરી દબોચ્યો

જમ્મુ: જમ્મુના નરવાલ વિસ્તારમાં આવેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાંથી ફરાર થયેલો કથિત ડ્રગ્સ તસ્કર અકીબ બશીર ત્રણ દિવસ બાદ પંજાબના જાલંધરમાંથી ઝડપાયો છે. પુલવામાના કાકાપોરાનો રહેવાસી અકીબ ૬ અને ૭ સપ્ટેમ્બરની મધરાતે કસ્ટડીમાંથી નાસી ગયો હતો.

તપાસ એજન્સીઓથી ઓળખ છુપાવવા તેણે દાઢી-મૂછ અને માથાના વાળ મુંડાવી નાખ્યા હતા તેમજ કપડાં પણ બદલી નાખ્યાં હતાં. તે જંગલ વિસ્તાર પાર કરીને પઠાણકોટના માર્ગે જાલંધર પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અકીબને સૌપ્રથમ ૩ સપ્ટેમ્બરે સાંબા જિલ્લામાં પંજાબથી આવતી પ્રવાસી બસમાંથી ૫૨૨ ગ્રામ હેરોઇન સાથે પકડાયો હતો. ત્યારબાદ લુધિયાણામાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં વધુ ૧૯૭ ગ્રામ હેરોઇન મળતાં કુલ જપ્તી ૭૧૯ ગ્રામ થઈ હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, જમ્મુ-કાશ્મીર પોલીસ અને પંજાબ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ૧૦ સપ્ટેમ્બરે તેને ફરી દબોચ્યો હતો.

(10:31 PM IST)