<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ઓસ્‍ટ્રેલિયાના હાઈ કમિશનર પ્રોટોકોલ તોડીને ટ્રેનમાં દિલ્‍હીથી ચંડીગઢ પહોંચ્‍યા

ફલાઇટને બદલે શતાબ્‍દી એક્‍સપ્રેસ ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી

ચંડીગઢ,તા.૧૧: ભારતમાં ઑસ્‍ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને નવમી સપ્‍ટેમ્‍બરે નવી દિલ્‍હીથી ચંડીગઢ સુધી જવા માટે ફલાઇટને બદલે શતાબ્‍દી એક્‍સપ્રેસ ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી. આ મુદ્દે તેમણે પોતાના અનુભવો પણ સોશ્‍યલ મીડિયામાં એક વિડિયો દ્વારા શેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમારા વડા પ્રધાન એન્‍થની એલ્‍બનીઝ માને છે કે ટ્રેન-મુસાફરી એ ભારતને નજીકથી સમજવાનો શ્રેષ્ઠ માર્ગ છે; લોકોને મળવાની, વાતચીત કરવાની આ એક ઉત્તમ તક છે. મેં આ મુસાફરીનો ખૂબ આનંદ માણ્‍યો. મને ટ્રેનમાં સહપ્રવાસીઓ સાથે ક્રિકેટથી લઈને ઘણા મુદ્દે વાતચીત કરવાનો મોકો મળ્‍યો. ઘણા સાથી ભારતીય પરિવારોએ મને પ્રેમથી તેમનું ભોજન પણ આપ્‍યું. ભારતમાં આવું જ છે. ટ્રેનમાં પણ આવું જ છે. તો, ટ્રેનમાં ચડો, ભારતનો આનંદ માણો.'

ઑસ્‍ટ્રેલિયાના હાઈ કમિશનર પંજાબ અને હરિયાણામાં વેપાર અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તકો શોધવા ચંડીગઢ પહોંચ્‍યા હતા.

(9:42 AM IST)