<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

હેમંત સોરેન સરકારને હાઇકોર્ટનો મોટો ફટકોઃ JSSC-CGL પરીક્ષા રદ કરવાનો નિર્ણય ફગાવી દેવાયો

ઉમેદવારોની મોટી જીતઃ સરકારના જાહેરનામાને અન્‍યાયી અને ગેરવાજબી ગણાવી રદ કરતી કોર્ટ

નવી દિલ્‍હી, તા.૬: ઝારખંડમાં હેમંત સોરેન સરકારને ભારે રાજકીય અને કાનૂની આંચકો આપતાં ઝારખંડ હાઇકોર્ટે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્‍યો છે. હાઇકોર્ટે ઝારખંડ સ્‍ટાફ સિલેક્‍શન કમિશન દ્વારા આયોજિત કમ્‍બાઇન્‍ડ ગ્રેજ્‍યુએટ લેવલ પરીક્ષા રદ કરવાના રાજ્‍ય સરકારના આદેશને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. જસ્‍ટિસ દીપક રોશનની ખંડપીઠે શુક્રવારે આ ચુકાદો આપતાં સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે પરીક્ષા રદ કરવાનો સરકારનો નિર્ણય તાર્કિક નથી, પરંતુ તદ્દન અન્‍યાયી અને ગેરવાજબી છે. અદાલતના આ આદેશથી સરકારના એકતરફી નિર્ણય સામે ઝઝૂમી રહેલા હજારો સક્ષમ ઉમેદવારોને ન્‍યાય મળ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્‍ટ માસમાં ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ફરિયાદો બાદ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને પગલે હેમંત સોરેન સરકારે ૧૮ ઓગસ્‍ટે ૧,૯૩૨ ઉમેદવારોની નિમણૂક રદ કરી દીધી હતી. જોકે, પરીક્ષા પાસ કરીને સફળતાપૂર્વક નોકરી મેળવી ચૂકેલા અને વિવિધ સરકારી વિભાગોમાં સેવા આપી રહેલા યુવાનો માટે આ નિર્ણય વજ્રાઘાત સમાન સાબિત થયો હતો. સરકારની આ કાર્યવાહી સામે પીડિત કર્મચારીઓએ અદાલતના દરવાજા ખટખટાવ્‍યા હતા અને રજૂઆત કરી હતી કે તેમને પોતાનો પક્ષ મૂકવાની યોગ્‍ય તક આપ્‍યા વિના જ તેમની રોજીરોટી છીનવી લેવામાં આવી છે.

હાઇકોર્ટના આ સીમાચિホરૂપ નિર્ણય બાદ હવે નિમણૂક પત્ર મેળવી ચૂકેલા તમામ ૧,૯૩૨ ઉમેદવારોનું ભવિષ્‍ય સુરક્ષિત થઈ ગયું છે. કાનૂની લડાઈ જીત્‍યા બાદ ઉમેદવારો અને તેમના પરિવારોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ચુકાદાથી રાજ્‍ય સરકારની મનસ્‍વી નીતિઓ સામે મોટો પ્રશ્‍નાર્થ ચિホ ખડો થયો છે અને વહીવટી તંત્ર માટે આ નિર્ણય એક મોટો બોધપાઠ સમાન સાબિત થયો છે.

(3:07 PM IST)