તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક: અમેરિકાની વધતી લશ્કરી તૈયારીઓએ ઈરાન સાથેના તણાવ વચ્ચે વધારી ચિંતા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટોચના સુરક્ષા અધિકારીઓ અને લશ્કરી નેતાઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે પોતાની તમામ નિર્ધારિત મુસાફરીઓ રદ કરી દીધી છે, જે એક ગંભીર અને તાત્કાલિક સ્થિતિ તરફ ઈશારો કરે છે.
મળતી માહિતી અનુસાર, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપ રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને સીઆઈએના ડિરેક્ટર જોન રેટક્લિફ સહિતના સુરક્ષા નિષ્ણાતોએ હાજરી આપી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા અમેરિકન સૈન્યને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે અને ઘણા સૈનિકોની રજાઓ પણ રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, દેશની સુરક્ષા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું વ્હાઇટ હાઉસમાં રહેવું અત્યંત જરૂરી છે. તેઓ ન્યુ જર્સીના પ્રવાસે જવાના હતા, જે અંતિમ સમયે સ્થગિત કરવામાં આવ્યો છે.
રાજદ્વારી સ્તરે શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ હોવા છતાં, અમેરિકાની આ લશ્કરી સક્રિયતાએ મધ્ય પૂર્વમાં સંભવિત લશ્કરી કાર્યવાહીની અટકળોને તેજ બનાવી દીધી છે. વૈશ્વિક સમુદાય આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
