News of Friday, 11th September 2026
ફેબ્રુઆરીથી હાઇવે પર ટોલ પ્લાઝાના બેરિયરો હટી જશે: નંબર પ્લેટ અને FASTag ટેકનોલોજીથી રોકાયા વગર કપાશે ચાર્જ
ગડકરીની ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં મોટી જાહેરાત: ટોલની આવકમાં ₹૧૦,૦૦૦ કરોડનો વધારો થવાનો સરકારનો દાવો

નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો (. પર વાહનચાલકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. આગામી ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં અવરોધ-મુક્ત. નવી ટોલ વસૂલાત પ્રણાલી લાગુ કરવામાં આવશે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬ દરમિયાન વિગતો આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા હેઠળ હવે વાહનચાલકોએ ટોલ ચૂકવવા માટે પ્લાઝા પર ગાડી રોકવાની જરૂર રહેશે નહીં.
સરકાર હવે FASTag ને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન.ટેકનોલોજી સાથે સંકલિત . કરવાની દિશામાં કામ કરી રહી છે. આ હાઇ-ટેક સિસ્ટમથી વાહનની ઓળખ અને ટ્રેકિંગ વધુ ચોકસાઈપૂર્વક થશે. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) અને નંબર પ્લેટ રીડિંગના સંયુક્ત ઉપયોગથી ટોલ ચોરી અટકશે, જેનાથી સરકારની વાર્ષિક ટોલ આવકમાં ₹૧૦,૦૦૦ કરોડનો મોટો વધારો થવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં શરૂ કરાયેલા અને ૨૦૨૧થી ફરજિયાત બનાવાયેલા FASTag ના કારણે ટોલ પ્લાઝા પર વાહનોના પ્રતીક્ષા સમયમાં ૮૦ થી ૯૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જે સ્થળે પહેલા ૧૨ થી ૩૦ મિનિટ સુધીનો સમય વેડફાતો હતો, ત્યાં હવે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શૂન્ય વેઇટિંગ ટાઇમ . લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે. આ બારિયર-મુક્ત ટોલ સિસ્ટમથી વાહનચાલકોના ઈંધણ અને સમય બંનેની મોટી બચત થશે અને મુસાફરી વધુ ઝડપી તથા સુગમ બનશે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
