News of Saturday, 28th November 2026
ઇટાલીની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ અને ૩૦% વિદેશી વિદ્યાર્થીઓની મર્યાદાઃ સંસદમાં ભારે હોબાળા વચ્ચે કાયદો પસાર
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય, સાયબર બુલિંગ સામે પગલાં અને શાળા છોડી જતા વિદ્યાર્થીઓને રોકવા જેવી બાબતોનો પણ સમાવેશ મેલોની સરકારના આકરા શિક્ષણ સુધારા કાયદા હેઠળ ચહેરો ઢાંકવા પર ૧,૦૦૦ યુરો સુધીનો દંડ અને વિદેશી વાલીઓ માટે ઇટાલિયન ભાષા શીખવાની જોગવાઈ

નવી દિલ્હી, તા.૨૮: રોમઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારના વિવાદાસ્પદ શિક્ષણ સુધારા કાયદાને ‘ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ'(સંસદના નીચલા ગળહ) માં ૧૪૨ વિરુદ્ધ ૧૧૨ મતોથી આખરી મંજૂરી મળી ગઈ છે. નવા નિયમ મુજબ, શાળાની પ્રવળત્તિઓ દરમિયાન વિદ્યાર્થીઓ બુરખા અથવા નકાબ જેવા ચહેરો ઢાંકતા વષાો પહેરી શકશે નહીં, જોકે જે વષાોમાં ચહેરો સ્પષ્ટ દેખાતો હોય તેને છૂટ આપવામાં આવી છે. નિયમનો ભંગ કરનારને ૨૦૦ થી ૧,૦૦૦ યુરો સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જો વિદ્યાર્થી સગીર હોય તો આ દંડ તેના માતાપ્રપિતા કે વાલી પાસેથી વસૂલવામાં આવશે. ૨૦૨૭-૨૮ ના શૈક્ષણિક સત્રથી અમલમાં આવનારી આ વ્યવસ્થા હેઠળ શરૂઆતના વર્ગોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ ટકા સુધી મર્યાદિત રખાશે, જેમાં ઇટાલિયન ભાષા પર સારી પકડ ધરાવતા અથવા અગાઉ સ્થાનિક શાળાઓમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને મુક્તિ મળશે.
આ કાયદાના પસાર થતાં જ ઇટાલીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને વિપક્ષી દળોએ સરકાર પર ભેદભાવ અને ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો છે. મતદાન દરમિયાન વિરોધ પક્ષના સાંસદોએ ગળહમાં ‘શાળામાં કોઈ વિદેશી નથી' લખેલા પ્લેકાર્ડ દર્શાવીને કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો, જ્યારે વિપક્ષી નેતા એલી શ્લેઇને આ પગલાને બાળકોના ભોગે રાજકીય રમત ગણાવ્યું હતું. બીજી તરફ, શિક્ષણ પ્રધાન ગિયુસેપ વાલ્ડીટારાએ કાયદાનો બચાવ કરતાં જણાવ્યું કે ઇટાલિયન ભાષાના જ્ઞાન અને સહિયારા નિયમો દ્વારા વિદ્યાર્થીઓનું સમાજમાં વધુ સારું સંકલન થશે. નવા નિયમ મુજબ, જે વિદેશી વાલીઓની ભાષાકીય મર્યાદા બાળકોના શિક્ષણમાં અડચણ બનતી હશે તેમના માટે ઇટાલિયન ભાષાના અભ્યાસક્રમો પણ યોજાશે.
જો કોઈ શાળા નિર્ધારિત ૩૦ ટકાની મર્યાદા જાળવી શકશે નહીં, તો શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને નજીકની અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાયદામાં માત્ર પ્રતિબંધો જ નહીં, પરંતુ ડિજિટલ પાઠ્યપુસ્તકોના ભાવમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ઘટાડાની જોગવાઈ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય, સાયબર બુલિંગ સામે પગલાં અને શાળા છોડી જતા વિદ્યાર્થીઓને રોકવા જેવી હકારાત્મક બાબતોનો પણ સમાવેશ થાય છે. હવે રાષ્ટ્રપતિ સર્જિયો મેટ્ટારેલાની સહી બાદ આ કાયદો સત્તાવાર રીતે અમલમાં આવશે, જે યુરોપમાં સ્થળાંતર અને સાંસ્કળતિક એકીકરણ મુદ્દે ચાલી રહેલી ચર્ચાને નવી દિશા આપશે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
