<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

હિંદુ ધર્મ અને સભ્યતાએ હંમેશા બહારથી આવતા લોકોને પણ સ્થાન આપ્યું:કેટલાક લોકો દૂધમાં પાણી ભેળવવાનું કામ કરી રહ્યા છે:જાગૃત થવાની જરૂર

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદનને વિચારક ડૉ. કૌશિક ચૌધરીએ સમર્થન આપ્યું: સમાજે પોતાની ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષણ માટે સજાગ રહેવું જોઈએ

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદનને વિચારક ડૉ. કૌશિક ચૌધરીએ સમર્થન આપ્યું છે. ડૉ. કૌશિક ચૌધરીએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને સભ્યતાએ હંમેશા બહારથી આવતા લોકોને પણ સ્થાન આપ્યું છે અને સૌને સ્વીકારવાની પરંપરા જાળવી છે. જોકે, કેટલાક લોકો દૂધમાં પાણી ભેળવવાનું કામ કરી રહ્યા છે. આવા લોકોને ઓળખીને હિંદુ સમાજે જાગૃત થવાની જરૂર છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ વિરુદ્ધ વિકૃત લખાણો લખવામાં આવ્યાં છે. આવી વિચારધારા હિંદુ સમાજની સંસ્કૃતિ અને સભ્યતા માટે હાનિકારક છે. તેથી સમાજે પોતાની ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષણ માટે સજાગ રહેવું જોઈએ તેવો મત ડૉ. કૌશિક ચૌધરીએ વ્યક્ત કર્યો હતો.

(7:02 PM IST)