<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

શિયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના ધર્મ ગુરૂ નામદાર પ્રિન્‍સ આગાખાન સાહેબ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,ઉપરાષ્‍ટ્રપતિ સી.પી.રાધાકળષ્‍ન, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, વિદેશ મંત્રી એસ.જયશંકરની શુભેચ્‍છા મુલાકાતે

 

(રહીમ વસાયા દ્વારા) મહુવા, શિયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના ધર્મ ગુરૂ નામદાર આગાખાન સાહેબે નવી દિલ્‍હી ખાતે યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેમ જ આપણા રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ,ઉપરાષ્‍ટ્રપતિ સી.પી.રાધાકળષ્‍ણન ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિદેશમંત્રી એસ.જયશંકર ની શુભેચ્‍છા મુલાકાત કરી હતી , આપણા વડાપ્રધાન શ્રી એ નામદાર આગાખાન સાહેબ ને મળીને તેમની વાતમાં એવું જણાવ્‍યું હતું કે મહામહિમ પ્રિન્‍સ રહીમ આગાખાન પાંચમાંને મળીને આનંદ થયો, તેમના પિતા સ્‍વગસ્‍થ આગાખાન ચોથાને પ્રેમપૂર્વક યાદ કર્યા અને વિકાસના પ્રયાસોમાં તેમના લાંબા સમય સુધી યોગદાન યાદ કર્યું, આરોગ્‍ય સંભાળ, કળષિ, ગ્રામીણ વિકાસ, યુવાનો અને મહિલા સશક્‍તિકરણના શ્રેત્રોમાં આગાખાન ડેવલપમેન્‍ટ નેટવર્ક સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો અંગે ચર્ચા કરી હતી. આપણા મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુએ નામદાર આગાખાનની મુલાકાત દરમિયાન રાષ્‍ટ્રપતિ ભવન ખાતે જણાવ્‍યું હતું કે, આગાખાન ડેવલપમેન્‍ટ નેટવર્ક દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી અને જણાવાયું હતું કે સરકાર સાથે ભાગીદારીમાં કામ કરતી બિન નફાકારક સંસ્‍થાઓ કેવી રીતે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારા લાવી શકે છે તેનું આ કાર્ય ઉત્તમ ઉદાહરણ છે તેવું મહામહિમ રાષ્‍ટ્રપતિએ વાતચીતમાં જણાવાયું હતું, ઉપરાષ્‍ટ્રપતિ સી.પી.રાધાકળષ્‍ણને નામદાર આગાખાન સાહેબની મુલાકાત દરમિયાન આગાખાન ડેવલપમેન્‍ટ નેટવર્ક દ્વારા પાણી અને સ્‍વચ્‍છતા, મહિલાઓ દ્વારા સંચાલિત સ્‍વસહાય જૂથો શિક્ષણ અને સામુદાયિક વિકાસ શ્રેત્રે કરવામાં આવતા યોગદાન અંગે ચર્ચા કરી તેમણે પૂર્વ આફ્રિકા અને અફઘાનિસ્‍તાનમાં આગાખાન ડેવલપમેન્‍ટ નેટવર્કની મહત્‍વ પુર્ણ પહેલોની પ્રશંસા કરી તેમણે ભારત અને આગાખાન ડેવલપમેન્‍ટ નેટવર્ક વચ્‍ચે રમતગમત અને શિક્ષણ જેવા સહકાર વધુ મજબૂત બનાવવાની પણ ચર્ચા કરી હતી. (

(11:33 AM IST)