<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

કાશ્મીર અને લદ્દાખને જોડતી જોજિલા ટનલનો આજે ઐતિહાસિક બ્રેકથ્રૂ સમારોહ: નીતિન ગડકરીની વિશેષ ઉપસ્થિતિ

૧૩.૫ કિલોમીટર લાંબી આ સુરંગ ભારતની સૌથી મોટી અને મહત્વકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના: શિયાળામાં પણ લદ્દાખનો દેશ સાથે સંપર્ક અકબંધ રહેશે

 

 

શ્રીનગર: ભારત માટે આજનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બારેમાસ જોડતી મહત્વાકાંક્ષી જોજિલા ટનલનો આજે ૯ જૂન, ૨૦૨૬ ના રોજ ઐતિહાસિક 'બ્રેકથ્રૂ' સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય સમારોહમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી વિશેષ ઉપસ્થિત રહેશે અને બ્લાસ્ટ કરીને ટનલના બંને છેડાને વિધિવત રીતે જોડશે.

 

પ્રાપ્ત સત્તાવાર માહિતી મુજબ, ૧૩.૫ કિલોમીટર લાંબી આ જોજિલા ટનલ ૧૧,૫૭૮ ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી રહી છે. અત્યાર સુધી ભારે હિમવર્ષાના કારણે શિયાળાના મહિનાઓમાં લદ્દાખ દેશના અન્ય ભાગોથી સંપર્ક વિહોણું બની જતું હતું. પરંતુ આ વિશ્વ કક્ષાની સિંગલ-ટ્યુબ સુરંગ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી હવે બારેમાસ કાશ્મીરથી લદ્દાખ જઈ શકાશે. 

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય એન્જિનિયરોએ દુર્ગમ પહાડીઓમાં પણ વિકાસની નવી રાહ કંડારી છે. આ પ્રોજેક્ટથી માત્ર સ્થાનિક લોકો અને પર્યટનને જ નહીં, પરંતુ સરહદ પર તૈનાત ભારતીય સેના માટે પણ લોજિસ્ટિક્સ પહોંચાડવામાં મોટી મદદ મળશે.

(9:26 AM IST)