તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 9th November 2026
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે ઐતિહાસિક ગધેડા મેળો :ગધેડા અને ખચ્ચરોની ખરીદી તથા વેચાણ થશે
મેળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ અને પશુપાલકો ભાગ લેવા પહોંચ્યા: સ્થાનિક સંસ્કૃતિ અને આર્થિક ગતિવિધિઓનું એક અનોખું કેન્દ્ર બન્યો

મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ચિત્રકૂટમાં દિવાળીના પવિત્ર પર્વ પ્રસંગે મંદાકિની નદીના કિનારે ઐતિહાસિક ગધેડા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુગલ કાળથી ચાલતી આ પ્રાચીન પરંપરા મુજબ આયોજિત મેળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ અને પશુપાલકો ભાગ લેવા પહોંચ્યા હતા. મેળામાં હજારોની સંખ્યામાં ગધેડા અને ખચ્ચરોની ખરીદી તથા વેચાણ માટે ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. આ મેળો સ્થાનિક સંસ્કૃતિ અને આર્થિક ગતિવિધિઓનું એક અનોખું કેન્દ્ર બન્યો હતો, જ્યાં વિવિધ જાતના પશુઓની બોલી બોલાઈ હતી અને લાખોનો વેપાર થયો હતો
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
