તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
શિક્ષણ જગતમાં ઐતિહાસિક ભૂકંપ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સરપ્રાઈઝ ચેકિંગ માટે પોતે પહોંચશે NTA હેડક્વાર્ટર!
પરીક્ષાઓમાં થતી ધાંધલીઓ અને NEET વિવાદ બાદ દેશની કોર્ટનો આદેશ: નંદન નીલેકણી સમિતિ પાસેથી રોડમેપ મંગાયો : ન્યાયાધીશો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સંસ્થાકીય સુધારાનું જાતે નિરીક્ષણ કરશે

નવી દિલ્હી: દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓના ભવિષ્ય સાથે રમતા પેપર લીક કાંડ અને પરીક્ષામાં થતી ગંભીર ગડબડો સામે સુપ્રીમ કોર્ટે એક અત્યંત ચોંકાવનારો અને ક્રાંતિકારી આદેશ આપ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં સુધારા અંગેની સુનાવણી દરમિયાન જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે ઐતિહાસિક નિર્ણય લેતા જાહેરાત કરી છે કે ન્યાયાધીશો પોતે NTA હેડક્વાર્ટરની રૂબરૂ મુલાકાત લેશે. માત્ર કાગળો પર અહેવાલો જોવાને બદલે, જજ સાહેબો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોશે કે પરીક્ષા પ્રણાલીને પારદર્શક બનાવવા માટેના સુધારા ખરેખર અમલમાં આવી રહ્યા છે કે કેમ અને માનવશક્તિ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે કામ કરી રહ્યું છે.
NEET પરીક્ષાના વિવાદ બાદ ચોતરફથી ઘેરાયેલી NTA ને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નંદન નીલેકણી સમિતિ પાસેથી અત્યાર સુધીની પ્રગતિનો આખો રોડમેપ માંગ્યો છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને ખાતરી આપી હતી કે ઉચ્ચ-સ્તરીય કમિટી આ મહિનાના અંત સુધીમાં પોતાનો આખરી રિપોર્ટ રજૂ કરશે. જોકે, કોર્ટે સ્પષ્ટ મન બનાવી લીધું છે કે સમિતિની ભલામણો કોઈ સરકારી ફાઈલમાં ધૂળ ન ખાય પરંતુ તેનો વાસ્તવિક અમલ થાય. અદાલતે NTA અને સંયુક્ત સચિવને નિર્દેશ આપ્યો છે કે સુધારા અને પ્રગતિની તમામ વિગતો દર્શાવતું સોગંદનામું તાત્કાલિક એનટીએની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.
પરીક્ષા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવા માટે NTA માંથી 50 થી વધુ બિનકાર્યક્ષમ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે અને IPS તથા IAS કક્ષાના વરિષ્ઠ અધિકારીઓને ડિરેક્ટર પદે તૈનાત કરવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું છે કે લેખિત પરીક્ષાઓથી ડિજિટલ પરીક્ષાઓ તરફનું સંક્રમણ તબક્કાવાર હોવું જોઈએ અને એજન્સી પાસે કાયમી અને વિશેષ તાલીમ પામેલો સ્ટાફ હોવો જોઈએ. દેશની સક્ષમ કાનૂની સંસ્થાનું આ અણધાર્યું રોડ-ચેકિંગ પગલું ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ પાછો લાવવા માટે માઈલસ્ટોન સાબિત થશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
