<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

યુરોપિયન યુનિયનનો ઐતિહાસિક રાજકીય પલટો: EU ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને કેનેડાને બ્લોકના સર્વપ્રથમ 'સહયોગી સભ્ય' બનાવવાની પહેલને આપ્યું સમર્થન!

વૈશ્વિક રાજકારણમાં વધતા તણાવ અને ટ્રમ્પ વહીવટીતંત્રના વિરોધી વલણ વચ્ચે યુરોપ અને કેનેડા નજીક આવ્યા; 'પ્રતિકૂળ વિશ્વ'નો સામનો કરવા સમાન વિચારધારા ધરાવતા દેશોનું નવું એકીકરણ.

બ્રસેલ્સ : યુરોપિયન યુનિયન (EU) ના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા વૈશ્વિક ભૂ-રાજકારણ (જિયોપોલિટિક્સ) ની દિશા બદલી નાખે તેવો એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ કેનેડાને યુરોપિયન યુનિયનના પ્રથમ 'સહયોગી સભ્ય' (associate member) બનાવવા માટે સક્રિયપણે કામ કરશે. વૈશ્વિક રાજકારણના નિષ્ણાતો આ ક્ષણને એક મોટા રાજકીય પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે, જે દર્શાવે છે કે અમેરિકાના પરંપરાગત સાથી દેશો હવે બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે પોતાની સુરક્ષા અને આર્થિક હિતો માટે નવા જોડાણો બનાવી રહ્યા છે.

 

પોતાના સંબોધનમાં ઉર્સુલા વોન ડેર લેયને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ખંડની સાર્વભૌમત્વ જાળવી રાખવા અને તેમણે જેને "ખુલ્લેઆમ પ્રતિકૂળ વિશ્વ" ગણાવ્યું છે તેના વિવિધ જોખમો સામે ટકી રહેવા માટે યુરોપે પોતાના જૂના અને સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશો સાથેના સંબંધોને નવા શિખરે પહોંચાડવા પડશે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી મળી રહેલા રાજકીય અને આર્થિક પડકારોના માહોલમાં કેનેડા જેવા વિશ્વાસુ સાથી સાથે ભાગીદારી મજબૂત કરવી એ યુરોપ માટે સમયની માંગ બની ગઈ છે. આ પગલાથી આગામી સમયમાં સંરક્ષણ, વેપાર અને તકનીકી ક્ષેત્રે યુરોપ અને કેનેડા વચ્ચે અભૂતપૂર્વ સહયોગ જોવા મળશે.

(8:54 PM IST)