<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સોમનાથમાં રચાતો ઈતિહાસ: નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ૧૧ તીર્થોના જળથી શિખર પર ભવ્ય 'કુંમ્ભાભિષેક'

આ ખાસ વિધિ દક્ષિણ ભારતની પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં ૧૧ પવિત્ર તીર્થોના જળનો ઉપયોગ કરીને શિખરનું શુદ્ધિકરણ

( દીપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૧ : સોમનાથ મંદિરના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરના શિખર પર પ્રથમવાર 'કુંભાભિષેક' કરવામાં આવ્યો હતો. ૧૧ પવિત્ર તીર્થોના જળથી શિખરનો અભિષેક કરીને શિખર શુદ્ધિકરણની વિધિ સંપન્ન થઈ હતી.

 

આ ઐતિહાસિક કુંભાભિષેક માટે ૮ ફૂટ ઊંચો અને ૭૬૦ કિલો વજનનો વિશાળ કળશ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કળશની ક્ષમતા ૧૧૦૦ લીટર જળની છે. ૯૦ મીટર ઊંચી ક્રેન અને રિમોટ સેન્સરની મદદથી માત્ર ૩ મિનિટમાં શિખર પર અભિષેકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

 

આ ખાસ વિધિ દક્ષિણ ભારતની પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં ૧૧ પવિત્ર તીર્થોના જળનો ઉપયોગ કરીને શિખરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. સોમનાથ પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા 'અમૃત પર્વ' અંતર્ગત આ ઐતિહાસિક ઘટના યોજાઈ હતી.

(12:26 PM IST)