<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

સિગરેટ પીવાનો શોખ હવે મોંઘો...ITCએ ભાવમાં કર્યો વધારો

ITCએ ક્‍લાસિક કનેક્‍ટના ૨૦ સિગરેટવાળા પેકેટની કિંમત વધારીને ૪૨૮ કરી દીધી

નવી દિલ્‍હી તા.૧૭: સિગરેટ પીવાનો શોખ હવે મોંઘો થઈ ગયો છે. ITCએ તેની કેટલાક લોકપ્રિય સિગરેટ બ્રાન્‍ડ્‍સની કિમતો વધારી દીધી છે. ક્‍લાસિક કનેક્‍ટ અને ગોલ્‍ડ ફલેક સુપર સ્‍ટારની નવી કિમતો પહેલાના મુકાબલે વધી ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં ટેક્‍સ વ્‍યવસ્‍થામાં ફેરફાર બાદ કંપનીઓ ઘણી વખત ભાવ વધારી ચૂકી છે. રિપોર્ટ્‍સ પ્રમાણે, ITCએ ક્‍લાસિક કનેક્‍ટના ૨૦ સિગરેટવાળા પેકેટની કિમત વધારીને ૪૨૮ કરી દીધી છે. આ પહેલા તેની કિમત ૩૯૦ રૂપિયા હતી. એટલે કે, એક પેકેટ પર ૩૮ રૂપિયાનો વધારો થયો છે. કિમત લગભગ ૯.૭૪ ટકા વધી છે.

આ રીતે Gold Flake Super Starના ૧૦ સિગરેટવાળા પેકેટની કિમત પણ વધારવામાં આવી છે. પહેલા આ પેકેટ ૭૯ રૂપિયામાં મળતુ હતું, જેની કિમત હવે વધીને ૮૯ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, આમાં લગભગ ૧૨.૬૬ ટકાનો વધારો થયો છે. આ કિમતો ડીલર ચેક અને મીડિયા રિપોર્ટ્‍સના આધાર પર સામે આવી છે.

ફેબ્રુઆરીથી સતત વધી રહ્યા છે ભાવઃ સિગરેટની કિંમતોમાં આ વર્ષની શરૂઆતથી જ વધારો જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટુ કારણ ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ લાગુ થયેલી નવી એક્‍સાઈઝ ડ્‍યૂટિ સિસ્‍ટમ છે. નવી વ્‍યવસ્‍થા હેઠળ સિગરેટ પર લંબાઈ અને ફિલ્‍ટરના આધાર પર પ્રતિ ૧,૦૦૦ સિગરેટ ૨,૦૫૦થી લઈને ૮૫૦૦ સુધી વધારાની એક્‍સાઈઝ ડ્‍યૂટી લગાવવામાં આવી છે. આ ઉપરાંત તમ્‍બાકૂ ઉત્‍પાદનો પર જીએસટીની પણ અસર છે. તેનાથી કંપનીઓનો ખર્ચ અને ટેક્‍સ ભાર વધ્‍યો છે. કંપનીઓ આ વધારાનો ખર્ચના એક ભાગને સિગરેટની રિટેલ કિમતમાં સામેલ કર્યો. તેની સીધી અસર ગ્રાહકોની ખિસ્‍સા પર થઈ છે.

ફેબ્રુઆરીમાં પણ ઘણી વખત વધ્‍યા હતા ભાવઃ ITCએ ફેબ્રુઆરીમાં પણ તેની ઘણી બ્રાન્‍ડ્‍સની કિમતો વધારી હતી. તે સમયે Classic Connectની કિમત પહેલા ૩૦૦ રૂપિયાથી વધીને ૩૬૦ રૂપિયા થઈ અને બાદમાં તેને વધારીને ૩૯૦ રૂપિયા કરવામાં આવી હતી.

Gold Flake Super Starની કિમત પણ તે દરમિયાન ૫૯ રૂપિયાથી વધીને ૭૦ રૂપિયા થઈ હતી. ત્‍યારબાદ તેની કિમત ૭૯ રૂપિયા અને ૮૯ રૂપિયા સુધી પહોંચી ગઈ. એટલે કે, થોડા મહિનાઓની અંદર જ આ બ્રાન્‍ડ્‍સની કિમતોમાં ફેરફાર જોવા મળ્‍યો છે.

King Size સિગરેટ પર વધારે અસરઃ નવી ટેક્‍સ સિસ્‍ટમની ખાસ કરીને લાંબી અને ફિલ્‍ટરવાળી સિગરેટ પર વધારે અસર થઈ છે. King Size કેટેગરીમાં આવનારી Classic, Gold Flake Kings અને Marlboro જેવી બ્રાન્‍ડ્‍સ પણ તેની ચપેટમાં આવી છે. રિપોર્ટ્‍સ પ્રમાણે, આ કેટેગરીમાં એક સિગરેટની કિમત પહેલા લગભગ ૨૦ રૂપિયા હતી, જે વધીને લગભગ ૨૫-૨૮ રૂપિયા પ્રતિ સ્‍ટિક સુધી પહોંચી ગઈ છે.

(9:50 AM IST)