<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી થોડા દિવસોમાં દેશના સરહદી વિસ્તારોની મુલાકાતે :સુરક્ષા સંબંધિત બેઠકો કરશે

રાત્રે બિકાનેર પહોંચશે : 29 મેના રોજ ભુજ નો પ્રવાસ કરશે. હરામી નાલાની મુલાકાત લેશે: પાંચ જૂનના ત્રિપુરામાં સરહદી વિસ્તારનો પ્રવાસ કરશે:15 જૂન આસપાસ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે જ્યાં બોર્ડર ક્ષેત્રમાં જશે

નવી દિલ્હી :આજે, 25 મેની રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજસ્થાનના બિકાનેર પહોંચશે અને કાલે સવારે 10 વાગ્યે, તેઓ સાંચુમાં BSF બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે, સુરક્ષા દળો સાથે વાતચીત કરશે અને સુરક્ષા દળો માટે કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

  આ પછી, બપોરે 2 વાગ્યે, તેઓ બિકાનેરમાં સરહદ સુરક્ષાની સમીક્ષા કરશે, જ્યાં ગૃહ મંત્રાલય, રાજસ્થાન સરકાર, BSF અને પાંચ સરહદી જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો હાજર રહેશે

 આ પછી, તેઓ 29 મેના રોજ ગુજરાતના ભૂજની મુલાકાત લેશે. તેઓ BSF બોર્ડર આઉટપોસ્ટ અને હરામીનાલાની મુલાકાત લેશે. 

 ત્યારબાદ, આવતા મહિને, 5 જૂને, તેઓ ત્રિપુરામાં સરહદી વિસ્તારની મુલાકાત લેશે. 

ત્યારબાદ તેઓ 15 જૂનની આસપાસ બંગાળની મુલાકાત લેશે અને ત્યાં સરહદી વિસ્તારની મુલાકાત લેશે.

(12:48 AM IST)