<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ડામરના ડમ્‍પર સાથે અથડાઇને બસ ભડકોઃ ૪ ભડથું : જુઓ વિડીયો

અમદાવાદથી મધુરમ્‌ ટ્રાવેલ્‍સની સ્‍લીપર કોચ બસ સોમનાથ-તાલાલા તરફ જતી હતીઃ ૩૫થી વધુ મુસાફરો હતાં: દસેક મુસાફર દાઝ્‍યા-ઇજા પહોંચીઃ બાકીના તમામનો બચાવઃ બસ બળીને ખોખું થઇ ગઇઃ હાઇવે પર મરણચીસો ગાજી : સળગતી બસના રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્‍યો જોવા મળ્‍યાઃ મુસાફરોની ચીસોથી રોડ ગાજ્‍યોઃ જે ચાર લોકો બળીને ભડથું થઇ ગયા તેની ઓળખ મેળવવા ડીએનએ કરાવવા પડે તેવી સ્‍થિતિઃ ફાયર બ્રિગેડ, પોલીસ, કલેક્‍ટર તંત્ર ખડેપગે રાતે એક દોઢેક વાગ્‍યે ચોટીલાના સાંગાણી ગામ પાસે ભયાનક અકસ્‍માત

 

‘સ્‍લીપર કોચ' ભડકે બળતાં સર્જાયા ભયાનક દ્રશ્‍યો: ચોટીલાના સાંગાણી ગામ પાસે રાત્રીના ડામર ભરેલા ડમ્‍પરની પાછળ તાલાલાની મધુરમ્‌ ટ્રાવેલ્‍સની લક્‍ઝરી સ્‍લીપર કોચ બસ ધડાકાભેર અથડાયા પછી તેમાં આગ ભભૂકી ઉઠતાં ભયાનક દ્રશ્‍યો સર્જાયા હતાં. આગ બુઝાવી રહેલા ફાયરમેન તથા બસની હાલત કેવી થઇ ગઇ તે આ ત્રણ તસ્‍વીરો પરથી જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા) (૧૪.૫)

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪: ચોટીલા - સાયલા નેશનલ હાઇવે પર સાંગાણી ગામના બોર્ડ નજીક રાત્રીના ખાનગી ટ્રાવેલ્‍સની બસ આગળ જતા ટેન્‍કર સાથે અથડાતા વાહનોમાં આંગ લાગી જતા બસ  ચાર વ્‍યક્‍તિ જીવતા સળગી ભૂંઝાતા મરણ નિપજ્‍યાં છે. તેમજ દસ જેટલા લોકો દાઝી જતા નાની મોટી ઇજા પહોંચી છે.

અકસ્‍માત અંગે  પ્રાથમિક વિગતો મુજબ ગત મોડી રાત્રે ચોટીલા નજદીક આવેલા સાંગાણી ગામના પાટીયા પાસે ટેન્‍કરનું ટાયર ફૂટવાથી પાછળ આવતી ટ્રાવેલ્‍સ ટેન્‍કર સાથે અથડાતા શોર્ટ સર્કિટ થવાના કારણે ટ્રાવેલ્‍સમાં આગ લાગતા અફડા તફડી મચેલ હતી અને જોત જોતામાં આંગ એ ભયંકર સ્‍વરૂપ પકડતા દસ જેટલી વ્‍યક્‍તિને નાની મોટી ઇજા પહોંચેલ હતી જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ગંભીર રીતે દાઝી જવાથી ૪ (ચાર) વ્‍યક્‍તિ ના મળત્‍યુ નિપજ્‍યાં છે. અન્‍ય મુસાફરોને બચાવી લેવાયા હતા.

ગંભીર અકસ્‍માતની જાણ થતા ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી મકવાણા, ચોટીલા પોલીસ સહિતના ઘટના સ્‍થળે દોડી ગયેલ હતા તાત્‍કાલિક ચોટીલા - થાન ફાયર ફાઈટર બોલાવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્‍યો હતો. તેમજ મરણ જનારના મળતદેહ ને પી. એમ માટે રેફરલ હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ છે. મળતકની ઓળખ મેળવવા માટે ડીએનએ કરવા પડશે તેવું પ્રાથમીક અનુમાન છે.

સ્‍થાનિક તંત્રના જણાવ્‍યાં મુજબ ટેન્‍કરનું ટાયર ફાટતા પાછળ આવતી ખાનગી બસ અથડાયાનું અનુમાન છે. તેમજ ટેન્‍કર અંદર ડામર જેવું કેમિકલ ભરેલ હોવાની વિગતો જાણવા મળી રહેલ છે.

(1:53 PM IST)