News of Friday, 19th June 2026
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભયાનક અકસ્માત: થલ-પિથોરાગઢ રોડ પર મુવાની પાસે પેસેન્જર કાર ખીણમાં ખાબકી : 8ના મોત : 4 ગંભીર ઘાયલ
પિથોરાગઢ જિલ્લાના મુવાની વિસ્તારમાં થલ-પિથોરાગઢ માર્ગ પર નિયંત્રણ ગુમાવીને વાહન નદીમાં ખાબક્યું; CM ધામીએ દુઃખ વ્યક્ત કરીને ઘાયલોને તાત્કાલિક સારવારના આદેશ આપ્યા, તંત્ર રાહત-બચાવ કામગીરીમાં લાગ્યું

પિથોરાગઢ તા.૧૯ : ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં મંગળવાર સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. થલ-પિથોરાગઢ રોડ પર મુવાની વિસ્તાર નજીક એક પેસેન્જર વાહન નિયંત્રણ ગુમાવીને ખીણમાં પડી ગયું. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને જિલ્લા વહીવટી તંત્રને ઘાયલોને શક્ય તેટલી તાત્કાલિક અને યોગ્ય તબીબી સારવાર આપવા માટે સૂચના આપી.
પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પહાડી રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
