તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
હૈદરાબાદના મીરપેટ વિસ્તારમાં ડેકોરેશન સામગ્રીના ગોડાઉનમાં કેમિકલ ભરેલા એક બોક્સમાં ભયાનક બ્લાસ્ટ : એક શ્રમિકનું ઘટના સ્થળે મોત
બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે મૃતકના શરીરના ટુકડા આશરે 10 મીટર સુધી વિખેરાઈ ગયા: ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી

હૈદરાબાદના મીરપેટ વિસ્તારમાં આવેલા એક ડેકોરેશન સામગ્રીના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ સર્જાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલા કેમિકલ ભરેલા બોક્સમાં વિસ્ફોટ થતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે મૃતકના શરીરના ટુકડા આશરે 10 મીટર સુધી વિખેરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે દુર્ઘટના સ્થળે સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મૃતક શ્રમિક હાલમાં જ કોલકાતાથી રોજગાર માટે હૈદરાબાદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
