તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
દિલ્હી યુનિવર્સિટીની સત્યવતી કોલેજના વિદ્યાર્થી જૂથો વચ્ચે ભરત નગરમાં ભયાનક જૂથ અથડામણ: વાહનોમાં તોડફોડ અને ઈંટો-પથ્થરોથી હુમલા વચ્ચે અફરાતફરી!
વઝીરપુર ગામ નજીક ૧૯ વર્ષીય વિદ્યાર્થીઓના જૂથો સામસામે આવ્યા: ક્રાઈમ અને ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળે ધામા નાખ્યા, અગાઉ કન્હૈયા નગરમાં છરીના ઘાથી યુવકની હત્યા થઈ હતી

નવી દિલ્હી, તા.૧૬: દિલ્હીના ભરત નગર વિસ્તારમાં વઝીરપુર ગામ નજીક દિલ્હી યુનિવર્સિટીની પ્રખ્યાત સત્યવતી કોલેજના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મંગળવારે લોહિયાળ અથડામણ અને ભારે જૂથ અશાંતિ સર્જાઈ હતી. જૂથો વચ્ચેનો સામાન્ય વિવાદ એટલો વધી ગયો હતો કે વિદ્યાર્થીઓએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં વિસ્તારમાં પાર્ક કરેલા બે વાહનોમાં ભારે તોડફોડ કરીને તેને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ હિંસક ઝઘડામાં સત્યવતી કોલેજના ૧૯ વર્ષીય બે વિદ્યાર્થીઓ અંશ અને ભવિષ્ય ચૌધરી મુખ્યત્વે સામેલ હતા. તેમની સાથે અન્ય સમર્થકોના જૂથો જોડાયા બાદ પરિસ્થિતિ અતિ તંગ બની ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસની મોટી ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાંથી તમામ પુરાવા અને વાહનોના ક્રોસ-એક્ઝામિનેશન માટે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની વિશેષ ટીમોને સ્થળ પર બોલાવાઈ હતી.
પોલીસે ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરી
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ૧૫ સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટના બાદ મેડિકો-લીગલ કેસો (MLCs) તૈયાર કરી લેવામાં આવ્યા છે. વાહનોની તોડફોડ અને જાહેર શાંતિનો ભંગ કરવા બદલ કાયદા મુજબ સંબંધિત કલમો હેઠળ આકડા કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે અને સામેલ અન્ય વિદ્યાર્થીઓની પણ શોધખોળ ચાલુ છે.
કન્હૈયા નગરમાં દારૂની દુકાન બહાર છરીના ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા
આ અથડામણ સિવાય, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં જ ઘટેલી અન્ય એક ભયાનક ઘટનામાં કેશવ પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના કન્હૈયા નગરમાં દારૂની દુકાન બહાર બે જૂથો વચ્ચે હિંસક તકરાર થઈ હતી. હુમલાખોરોએ બે યુવકો પર છરી વડે નિર્મમ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે. હુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે અને પોલીસે હત્યાનો કેસ નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
