<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ભયાનક માર્ગ અકસ્માત: ત્રણ મજૂરોના મોત

અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારતા બે લોકોના ઘટના સ્થળે જ મોત :ત્રીજા વ્યક્તિનું જિલ્લા હોસ્પિટલમાં મોત

મધ્યપ્રદેશના મુરેનામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર કુંવરી નદી પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં બાઇક સવાર ત્રણ મજૂરોના મોત થયા. એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર માર્યાનું જાણવા મળ્યું છે. બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રીજાનું જિલ્લા હોસ્પિટલમાં મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તપાસ બાદ ત્રીજા વ્યક્તિને મૃત જાહેર કર્યા. ત્યારબાદ પોલીસે મૃતદેહોને પીએમ હાઉસમાં પોસ્ટમોર્ટમ માટે જમા કરાવ્યા.

(11:27 PM IST)