તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
કોલમ્બિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ભયાનક આતંકી હુમલો: હાઈવે પર બસમાં બોમ્બ બ્લાસ્ટથી ૧૪ ના મોત, ૫ બાળકો સહિત ૩૮ ગંભીર: હુમલા પાછળ 'ઈવાન મોરડીસ્કો' નામના કુખ્યાત વિદ્રોહી માફિયા જૂથનો હાથ: સેનાને વળતો પ્રહાર કરવાના આદેશો

દક્ષિણ અમેરિકાના દેશ કોલમ્બિયામાં શનિવારે કાઉકા પ્રાંતમાં પાન-અમેરિકન હાઈવે પર આતંકવાદીઓએ એક બસમાં જબરજસ્ત બોમ્બ વિસ્ફોટ કરતા ૧૪ નાગરિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ હચમચાવી મૂકનારી આતંકી ઘટનામાં ૫ માસૂમ બાળકો સહિત ૩૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કોલમ્બિયા દેશમાં આગામી સમયમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલા જ દેશમાં હિંસાનો લોહિયાળ ખેલ શરૂ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળતા તાજા અહેવાલો મુજબ, કોલમ્બિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા સંઘર્ષગ્રસ્ત કાઉકા પ્રાંતના કાજીબિયો વિસ્તારમાં પાન-અમેરિકન હાઈવે પર શનિવારે એક ભયંકર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે.
આતંકીઓએ હાઈવે પરથી પસાર થતી એક સ્થાનિક બસને નિશાન બનાવીને અત્યંત શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રસ્તા પર મોટો ખાડો પડી ગયો હતો અને ઘટનાસ્થળે જ ૧૪ લોકોના મોત નિપજ્યા છે. આ હુમલામાં ૩૮ જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે, જેમાં પાંચ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.
કોલમ્બિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા તેને આતંકવાદીઓ અને ડ્રગ માફિયાઓનું કારસ્તાન ગણાવ્યું છે. રાષ્ટ્રપતિએ આ હુમલા પાછળ 'ઈવાન મોરડીસ્કો' નામના કુખ્યાત માફિયા અને વિદ્રોહી જૂથનો હાથ હોવાનું જણાવી સેનાને વળતો પ્રહાર કરવાના આદેશો આપ્યા છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
