<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ઓપરેશન સિંદૂરનો ખોફઃ આતંકના આકાઓ હજુ પણ પાતાળમાં!

ભારતીય એજન્‍સીઓના ડરથી આતંકી સામ્રાજ્‍ય ધ્‍વસ્‍ત : એક વર્ષ બાદ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર ISIના સેફ હાઉસમાં કેદ

શ્રીનગર, તા.૨૧: ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા દર્દનાક આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્‍યા હતા. આ કાયરતાપૂર્ણ કળત્‍યના જવાબમાં ભારતીય સેનાએ ૭ મે ૨૦૨૫ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્‍તાન સ્‍થિત આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્‍કર-એ-તૈયબાનું મુરિદકે સ્‍થિત મુખ્‍ય મથક અને જૈશ-એ-મોહમ્‍મદનો બહાવલપુર ગઢ ધ્‍વસ્‍ત કરવામાં આવ્‍યો હતો. આ પ્રચંડ પ્રહાર બાદ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકના આકાઓ સંપૂર્ણપણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આજે એક વર્ષ પછી પણ તેઓ બહાર આવવાની હિંમત કરી શકયા નથી.

ગુપ્તચર અહેવાલો મુજબ, ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરને બહાવલપુરથી હટાવીને ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાનના પહાડોમાં છુપાવવામાં આવ્‍યો છે. જુલાઈ ૨૦૨૫માં તેને સ્‍કાદુની વિવિધ મસ્‍જિદો અને સરકારી ગેસ્‍ટ હાઉસમાં ફેરવવામાં આવ્‍યો હતો. બીજી તરફ, હાફિઝ સઈદને ઈસ્‍લામાબાદ અને લાહોરના ગીચ વિસ્‍તારોમાં રાખવામાં આવ્‍યો છે. પાકિસ્‍તાન સરકાર ભલે તે જેલમાં હોવાનો દાવો કરતી હોય, પરંતુ હકીકતમાં તે ત્‍લ્‍ત્‍ના ચુસ્‍ત રક્ષણ હેઠળ સેફ હાઉસમાં કેદ છે. પાકિસ્‍તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ અગાઉ તેને ભારતને સોંપવાની તૈયારી દર્શાવી હતી, જેનાથી આતંકી સંગઠનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

હાલમાં આ બંને આતંકીઓ સતત પોતાના લોકેશન બદલી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્‍સીઓની ટેકનિકલ દેખરેખ અને ડ્રોન સર્વેલન્‍સના કારણે તેઓ જાહેર કાર્યક્રમો કે સોશિયલ મીડિયા પર દેખાવાનું ટાળી રહ્યા છે. મસૂદ અઝહરે તો તેના પરિવારના ૧૦ સભ્‍યો ગુમાવ્‍યા હોવાનો સ્‍વીકાર પણ કર્યો હતો, જે ઓપરેશન સિંદૂરની ચોકસાઈનો પુરાવો છે. ભારતની ઝીરો ટોલરન્‍સ નીતિને કારણે આતંકના આ રક્ષકો હવે પાકિસ્‍તાન માટે ડેડ હોર્સ સમાન બની ગયા છે, જેમને સાચવવા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પાકિસ્‍તાનને મોંઘા પડી રહ્યા છે. 

 

(3:06 PM IST)