News of Wednesday, 25th November 2026
રિયાધમાં ફરી હૂતી બળવાખોરોનો હુમલોઃ દેશની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારતને નિશાન બનાવાતાં ૧૧ લોકો ઘાયલ
એક સપ્તાહમાં એક જ ઇમારત ઉપર બીજો હુમલોઃ સાઉદી અરેબિયામાં સુરક્ષાની ચિંતા વધીઃ જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો ડ્રોન હુમલાનો વીડિયો બનાવટી નીકળ્યો

રિયાધ, તા.૨૬: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં મંગળવારે હૂતી બળવાખોરોએ ફરી એક વખત દેશના મહત્ત્વપૂર્ણ નાણાકીય કેન્દ્રને નિશાન બનાવ્યું છે. રિયાધના કિંગ અબ્દુલ્લા ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટમાં આવેલી દેશની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ટાવર ઉપર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ થયા છે. સાઉદી અરેબિયાના નાગરિક સુરક્ષા વિભાગે સત્તાવાર રીતે આ હુમલાની પુષ્ટિ કરી છે.
સાઉદી અરેબિયાના નેતળત્વ હેઠળના સૈન્ય ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ આ ઘટનાને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સંબંધિત સરકારી વિભાગો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અગાઉ ૧૯ નવેમ્બરે પણ આ જ ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી. તે વખતે ઇમારતને નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ નહોતી. તાજા હુમલામાં કેટલું વધારાનું નુકસાન થયું છે તેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર થઈ નથી.
યમનના હૂતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની અસર આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ, વેપાર અને અર્થતંત્ર ઉપર પણ પડી રહી છે. રિયાધની અનેક આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ રદ કરવામાં આવી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
