News of Monday, 28th September 2026
યમનમાં એરસ્ટ્રાઈકઃ૭ના મોતનો દાવો હુથીઓએ આપી બદલો લેવાની ધમકી

નવી દિલ્હીઃ હુથીઓના અલ-મસીરા ટીવી દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં બજાર વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળે છે અને ખાદ્યસામગ્રીના ગોડાઉનને પણ નુકસાન થયેલું દેખાય છે. જોકે, હુમલાને લઈને બંને પક્ષના દાવાઓમાં મોટો તફાવત છે.
હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ સાઉદી અરેબિયા પર નાગરિક વિસ્તારોને જાણીજોઈને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે. હુથી આરોગ્ય મંત્રાલયે પણ હુમલાને ગંભીર ગણાવ્યો છે. હુથી પક્ષ તરફથી સાઉદી અરેબિયા સામે વળતો હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ નિવેદન બાદ વિસ્તારમાં ફરી સૈન્ય તણાવ વધવાની આશંકા ઊભી થઈ છે. જોકે, આ હુમલા અંગે સ્વતંત્ર રીતે તમામ વિગતોની પુષ્ટિ થયેલી નથી. હુમલાના સ્થળેથી સામે આવેલા વીડિયો અને સ્થાનિક દાવાઓને આધારે નુકસાનનું ચિત્ર સામે આવ્યું છે, પરંતુ મૃતકો અને દ્યાયલોની ચોક્કસ સંખ્યા અંગે અલગ-અલગ અહેવાલો હોઈ શકે છે
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
