તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
અમેરિકામાં નર્સ કેટલું કમાય છે? આંકડો જાણીને તમે પણ વિદેશ જવા તૈયાર થઈ જશો!
અમેરિકામાં રજિસ્ટર્ડ નર્સનો સરેરાશ વાર્ષિક પગાર ૯૮,૦૦૦થી ૧,૦૦,૦૦૦ ડોલરની આસપાસ છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૮૨ લાખથી ૮૫ લાખ રૂપિયા થાય : ભારતમાં પગારની સરખામણીએ નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે

નવી દિલ્હી,તા.૯: ભારતમાં નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે, જોકે એ વાતને નકારી શકાય નહીં કે ડોક્ટરોની જેમ જ નર્સ પણ દર્દી માટે અત્યંત જરૂરી છે. ડોક્ટરો સારવાર કરે છે ત્યાર બાદ નર્સ જ દર્દીની સંભાળ રાખે છે, પરંતુ પગારની સરખામણીએ નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે. પરંતુ જો તમે નર્સ હોય અને તમને અમેરિકામાં નર્સનો પગાર ખબર પડી જાય, તો તમે ત્યાં શિફટ થવાનું ચોક્કસ વિચારશો.
ભારતમાં નર્સિગને એક 'નોબલ પ્રોફેશન' માનવામાં આવે છે, પરંતુ પગાર અને કામ કરવાની પરિસ્થિતિની બાબતમાં તે ઘણું પછત છે. તો બીજી તરફ, અમેરિકામાં નર્સોની ભારે માંગ છે અને પગાર એટલો આકર્ષક છે કે, તે સાંભળીને ઘણી ભારતીય નર્સો તરત જ ત્યાં સ્થળાંતર કરવાની યોજના બનાવવા લાગશે. હાલમાં એક ભારતીય નર્સે સોશિયલ મીડિયા પર તેના અમેરિકન પગારનો ખુલાસો કર્યો, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. અમેરિકામાં રજિસ્ટર્ડ નર્સનો સરેરાશ વાર્ષિક પગાર ૯૮,૦૦૦થી ૧,૦૦,૦૦૦ ડોલરની આસપાસ છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૮૨ લાખથી ૮૫ લાખ રૂપિયા થાય છે.
ભારતની સરખામણીમાં ઘણો વધારે છે પગાર કેલિફોર્નિયા જેવા કેટલાક રાજ્યોમાં તો, આ આંકડો ૧.૨ કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. ઓવરટાઈમ, નાઈટ શિફટ અને સ્પેશિયલિટીના આધારે કમાણી હજુ વધી જાય છે. વીડિયો વાયરલ થતાની સાથે જ ભારતની ઘણી નર્સોએ અમેરિકા શિફટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકામાં કામ કરતી ઘણી ભારતીય નર્સો જણાવે છે કે, અનુભવ સાથે તેમની વાર્ષિક આવક ૧ કરોડ રૂપિયાને પાર કરી જાય છે.
ભારતીય નર્સે વીડિયોમાં જણાવ્યું કે, અમેરિકામાં નર્સનું કામ માત્ર દર્દીની સંભાળ પૂરતું મર્યાદિત નથી. તેમને સારો પગાર, હેલ્થ ઇન્શ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન, પેઇડ લીવ અને કરિયર ગ્રોથની ભરપૂર તકો મળે છે. ભારતમાં જ્યાં મોટાભાગની નર્સોને મહિને ૧૫-૨૫ હજાર રૂપિયા મળે છે, ત્યાં અમેરિકામાં શરૂઆતનો પગાર પણ મહિને ૪-૫ લાખ રૂપિયાથી શરૂ થાય છે.
અમેરિકામાં નર્સિગ શોર્ટેજનું કારણ શું છે? અમેરિકામાં વધતી જતી વૃદ્ધ વસ્તી, નિવૃત્ત થઈ રહેલા નર્સિગ સ્ટાફ અને હેલ્થકેર સેક્ટરનો ઝડપી વિકાસ ત્યાં નર્સોની અછતનું મુખ્ય કારણ છે. ગ્ન્લ્ (ગ્યશ્વફર્ૂીય ંશ્ ર્ન્ીણુંશ્વ ર્લ્દ્દીદ્દશતદ્દશણૂત) અનુસાર, ૨૦૩૦ સુધીમાં અમેરિકાને લાખો નર્સોની જરૂર પડશે. આ જ કારણ છે કે, ભારતીય, ફિલિપિનો અને અન્ય દેશોની નર્સોને ત્યાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભારતીય નર્સો માટે અમેરિકા જવું પ્રમાણમાં સરળ પણ છે. ફઘ્ન્ચ્હ્-ય્ફ પરીક્ષા પાસ કર્યા પછી વિઝા પ્રક્રિયા શરૂ થાય છે. ચ્ગ્-૩ વિઝા કેટેગરીમાં નર્સોને ગ્રીન કાર્ડ મળવાની સારી સંભાવના રહે છે. ઘણી હોસ્પિટલો ભારતીય નર્સોને સ્પોન્સર પણ કરે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નર્સે જણાવ્યું કે, અમેરિકામાં તેમનું વર્કિગ એન્વાયરમેન્ટ ખૂબ જ પ્રોફેશનલ છે. સ્ટાફિગ સારું હોવાથી કામનું ભારણ વ્યવસ્થિત રહે છે. સેફટી પ્રોટોકોલ્સ, એડવાન્સ્ડ ટેકનોલોજી અને સન્માન સાથે કામ કરવા મળે છે. ભારતમાં અવારનવાર ઓવરવર્ક, સ્ટાફની અછત અને ઓછા પગારની ફરિયાદો રહે છે. કેરળ, પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્રની ઘણી ભારતીય નર્સો અમેરિકા જઈ ચૂકી છે. તેઓ ત્યાં માત્ર સારી કમાણી જ નથી કરી રહી પણ પરિવારને પણ સ્પોન્સર કરી રહી છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
