<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જેલના કેદીઓને કેવું લાગતું હશે? પૈસા આપીને એનો અનુભવ થઈ શકશે

આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો છો, પરંતુ એ માટે તમારે ૨૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે

હૈદરાબાદ,તા.૧૪: હૈદરાબાદની ચંચલગુડા સેન્‍ટ્રલ જેલ હવે એક નવા ઇનિશિએટિવને કારણે ચર્ચામાં આવી છે. આ જેલ લોકોને જેલના સળિયા પાછળની જિદગી કેવી હોય એનો અનુભવ આપે છે. આ નવી પહેલનું નામ છે ‘ફીલ ધ જેલ'. ચંચલગુડા પ્રિઝન મ્‍યુઝિયમમાં શરૂ કરવામાં આવેલી આ અનુભવ માટેની જેલનો હેતુ છે જેલમાંથી છૂટેલા કેદીઓ સાથે સહાનુભૂતિ પેદા કરવાનો. આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો છો, પરંતુ એ માટે તમારે ૨૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે. અહીં તમને નવી બનાવેલી જેલની બેરેકમાં રાખવામાં આવશે. એક કેદી જે રીતે રહે એ જ રીતે તમારે રહેવાનું રહેશે. જેલના નિર્ધારિત સમય મુજબ બેરેકમાંથી આવન-જાવન પર પ્રતિબંધ હશે. જેલ જેવું જ અને જેલમાં જે રીતે મળે એ રીતે જ પીરસવામાં આવે એવું ખાવાનું તમારે ખાવાનું રહેશે અને કેદીઓ જે રીતે સમય વિતાવે એ જ કામ પણ કરવાનું. તમારી કોટડીમાં પણ એક ધાબળા સિવાય કંઈ જ નહીં મળે. આવા અતરંગી નિયમો હોવા છતાં લોકો અહીં જેલનો અનુભવ લેવા આવી રહ્યા છે.

(3:08 PM IST)