તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ભારતમાં સોના-ચાંદીની આયાતમાં જબરો વધારો : 721 ટન સોનું અને 7334 ટન ચાંદીની આયાત થઇ
નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 58 અબજ ડોલર જ્યારે વર્ષ 2023-24માં તે 45.54 અબજ ડોલર તથા નાણાકીય વર્ષ 2022-23માં તે 35 અબજ ડોલર હતી

નવી દિલ્હી :ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટ નાણાકીય વર્ષ 2025-26માં 24 ટકા વધીને અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી પહોંચી ગઈ છે. વાણિજ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 58 અબજ ડોલર હતી, જ્યારે વર્ષ 2023-24માં તે 45.54 અબજ ડોલર તથા નાણાકીય વર્ષ 2022-23માં તે 35 અબજ ડોલર હતી.
નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની આયાત 4.76 ટકા ઘટીને 721.03 ટન થઈ, જે નાણાકીય વર્ષ 2024-25 માં 757.09 ટન હતી.
તેવી જ રીતે ચાંદીની આયાત ગયા નાણાકીય વર્ષમાં લગભગ 150 ટકા વધીને 12 અબજ ડોલર થઈ. વોલ્યુમની દ્રષ્ટિએ, તે 42 ટકા વધીને 7,334.96 ટન થઈ છે.
આ કિંમતી ધાતુઓની આયાતમાં વધારાથી નાણાકીય વર્ષ 2025-26 માં દેશની વેપાર ખાધ 333.2 અબજ ડોલર થઈ ગઈ છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે સોનાના ભાવમાં વધારો થવાથી આયાત મૂલ્યમાં વધારો થયો છે, જ્યારે જથ્થામાં ઘટાડો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26માં સોનાની આયાત કિંમત વધીને $99,825.38 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2024-25માં $76,617.48 પ્રતિ કિલોગ્રામ હતી.
આ જ સમયગાળા દરમિયાન, આયાતનું પ્રમાણ 757.09 ટનથી ઘટીને 721.03 ટન થયું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સ્વિટ્ઝર્લૅન્ડ સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો (ભારત સ્વિટ્ઝર્લૅન્ડથી આયાત કરે છે), જે લગભગ 40 ટકા છે.
આ પછી સંયુક્ત આરબ અમીરાત (16 ટકાથી વધુ) અને દક્ષિણ આફ્રિકા (લગભગ 10 ટકા) આવે છે. દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો પાંચ ટકાથી વધુ છે.
ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે, અને તેનો ઉપયોગ મુખ્યત્વે ઘરેણાં ઉદ્યોગમાં થાય છે. માહિતી અનુસાર, સ્વિટ્ઝર્લૅન્ડથી આયાત 11.36 ટકા વધીને ૨૪.૨૭ અબજ ડોલર થઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ (CAD) વધીને 13.2 અબજ ડોલર (GDPના 1.3 ટકા) થઈ ગઈ છે, જે ગયા વર્ષે (2024-25) સમાન સમયગાળામાં 11.3 અબજ ડોલર હતી
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
