તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
પતિએ બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવી દીધાઃ ૫ બાળકો મા વિનાના થઈ ગયા
જા જી લે અપની જિંદગી

સંત કબીરનગર તા.૭: ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક વિચિત્ર ઘટના જોવા મળી. જ્યાં એક શખ્સે કથિત રીતે શિવ મંદિરમાં પોતાની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. હકીકતમાં આ શખ્સે પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાનો દાવો કર્યો હતો. જણાવી દઈએ કે, આ ઘટના ધનઘટા તાલુકાના ડેબરી ગામની છે. જ્યાં ૨૧ વર્ષ પહેલા લવ મેરેજ કરનારા બુદ્ધિરામ નિષાદે પોતાની પત્ની ફુલમતીના લગ્ન તેના બોયફ્રેન્ડ સાથે કરાવી દીધા હતા. આ અનોખા લગ્નની આ વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે.
પત્નીને અફેરને લઈ વારંવાર ઝઘડા થતાં: આપને જણાવી દઈએ કે, ફુલમતીના ૫ દીકરા-દીકરીઓ છે, જેમાં ૧૮ વર્ષનો એક દીકરો પણ છે. પરિવાર અને સરપંચ અજય નિષાદના જણાવ્યા અનુસાર, ફુલમતી છેલ્લા કેટલાક મહિનાથી અવધેશ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધમાં હતી, જેને લઈ દંપત્તિ વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા.
શિવ મંદિરમાં લગ્ન કરાવી દીધાઃ પરિવારના જણાવ્યા અનુસાર, ગત મંગળવારે અસરફપુર ગામમાં શિવ મંદિરમાં લોકલ લોકોની હાજરીમાં લગ્ન થયા, જેમાં બુદ્ધિરામ પણ સામેલ થયો હતો. બુદ્ધિરામે વાતચીત કરતા જણાવ્યું કે, તેણે ૨૧ વર્ષ પહેલા ફુલમતી સાથે લવ મેરેજ કર્યા હતા. પણ હવે તે તેની સાથે રહેવા નથી માગતી.
બુદ્ધિરામે આગળ કહ્યું કે, હું પરિવારમાં રોજ રોજ ઝઘડા નથી ઈચ્છતો. એટલા માટે મેં અવધેશ સાથે પત્નીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો, જેની સાથે તે રહેવા માગતી હતી. વળી પોલીસે કહ્યું કે, તેમને આ ઘટનાને લઈ કોઈ ફરિયાદ મળી નથી.
લોકલ લોકોએ જણાવ્યું કે, આ ત્રણેય શખ્સ નિષાદ સમાજના છે. આ અગાઉ હાલમાં જ કાનપુરમાંથી પણ સમાચાર આવ્યા હતા કે છૂટાછેડા આપ્યા વિના પતિ બીજા લગ્ન કરી રહ્યો હતો અને ત્યાં પહેલી પત્ની પોલીસ લઈને પહોંચી ગઈ હતી
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
