તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
પત્નીના ઠપકાથી પતિએ ઉંદર મારવાની દવા ગટગટાવી
ઠપકાથી ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી

અંબિકાપુર તા.૨૦: છત્તીસગઢના અંબિકાપુરથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પતિએ પત્નીના ઠપકાના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ મામલો સરગુજા જિલ્લાના ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોગરુ ગામનો હોવાનું કહેવાય છે. મૃતક એક ખાનગી કંપનીમાં અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં કાર્યરત હતો અને દરરોજ ડ્યુટી પરથી મોડો ઘરે આવતો હતો, જેને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
જાણવા મળતી જાણકારી મુજબ, ઘટનાની રાત્રે પણ આ જ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ બાદ યુવક ઘરેથી નીકળ્યો અને નજીકના દાંડગાંવ પહોંચીને ઉંદર મારવાની દવા ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ તેણે ઝેરી દવા ખાઈ લીધી હતી. દવા ખાધા બાદ તેની અસર શરૂ થઈ અને હાલત બગડતા પરિવારજનો તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં યુવકનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોનું કહેવું છે કે, ઘરેલું વિવાદને કારણે યુવક માનસિક રીતે હેરાન હતો. જોકે, પોલીસ દરેક પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે, જેથી ઘટના પાછળનું સાચું કારણ સામે આવી શકે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. હાલમાં પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી રહી છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
