<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

બીમાર પત્‍નીના મૃત્‍યુનો એટલોબધો આઘાત લાગી ગયો કે પતિએ પણ દમ તોડયો, બન્નેની સાથે અર્થી ઊઠી

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પત્‍નીના અંતિમ સંસ્‍કાર દરમિયાન પતિને અચાનક હાર્ટ એટેક આવ્‍યો અને તેમનું પણ મોત થયું

ઓરૈયા,તા.૨૪: આજકાલ પતિ-પત્‍ની એકબીજાને મોતને ઘાટ ઉતારતા હોય એવા કિસ્‍સાઓ બહુ સાંભળવા મળે છે, જોકે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્‍લાના મધાપુર ગામમાં પતિ-પત્‍નીના પ્રેમની મિસાલ કહેવાય એવી એક ઘટના ઘટી છે. પત્‍ની લાંબા સમયથી બીમાર હતી. એની સેવામાં પતિએ દિવસરાત એક કરી દીધાં હતાં. એમ છતાં પત્‍ની બચી ન શકી. પત્‍નીના અગ્નિસંસ્‍કાર કરવાના આવ્‍યા ત્‍યારે સુહાગણ ષીના પાર્થિવ દેહને સોળ શણગાર સજાવીને માથામાં સિદૂર પૂરવામાં આવ્‍યું હતું. જોકે સેંથામાં સિદૂર પૂર્યું એ જ વખતે પતિને છાતીમાં જોરથી દુખાવો ઊપડ્‍યો. કોઈ કંઈ સમજી શકે અને ડોક્‍ટર પાસે લઈ જવાય એ પહેલાં ત્‍યાં જ તેમણે પણ દમ તોડી દીધો. પરિવારજનોએ એ પછી બન્નેની એકસાથે અંતિમયાત્રા કાઢી હતી અને એક જ ચિતા પર અગ્નિસંસ્‍કાર કરવામાં આવ્‍યા

(10:00 AM IST)