News of Monday, 13th July 2026
ફિનલેન્ડમાં હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
લાપતાં થયાંના બે મહીના બાદ સમુદ્રમાંથી લાશ મળી આવી : પરિવારે હત્યાની આશંકા દર્શાવી તપાસની માંગ કરી

હૈદરાબાદ,તા.૧૩: ફિનલેન્ડમાં અભ્યાસ કરી રહેલા અને લાપતા થયેલા હૈદરાબાદના ૧૮ વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ બે મહિના પછી સમુદ્રમાંથી મળી આવ્યો છે. તે વિદ્યાર્થી મેં મહિનામાં લાપતા થયો હતો. મૃતદેહ મળી આવતાં પરિવારે મોત સામે સવાલ ઉઠાવતા હત્યાની આશંકા વ્યક્ત કરીને નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. જોકે ફિનલેન્ડની પોલીસ મૃત્યુના કારણની તપાસ કરી રહી છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના હયાતનગરના રહીશ ગુજજજ્જા મણિદીપ રેડ્ડીના રૂપમાં થઈ છે. તે ફિનલેન્ડની લપ્પેનરાંટા- લાહતી યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં સોફટવેર એન્ડ સિસ્ટમ્સ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. છેલ્લે તે હેલસિકીના શોપિગ મોલમાં પાંચ મેના રોજ જોવા મળ્યો હતો. તે પછી તે લાપતા હતો. બે મહિના સુધી ચાલેલી તપાસને અંતે હેલસિકીના સમુદ્રમાંથી મણિદીપનો મૃતદેહ મળી આવ્યો છે. ફિનલેન્ડમાં આવેલા ભારતીય દૂતાવાસે ઇમેલની મદદથી પરિવારને મૃતદેહ મળી આવ્યો હોવાની જાણકારી આપી હતી. સ્થાનિક અધિકારીઓએ પણ મૃતદેહ મળી આવ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ કેસમાં મણિદીપના પરિવાર તરફથી પેરવી કરી રહેલા એલ.બી. કુમારે સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
