તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
હું નેતા નથી, અભિનેતા નથી,હું તો મહેતા છું: પૂ. મોરારીબાપુ
દક્ષિણ આફ્રિકામાં ‘‘માનસ રથયાત્રા'' શ્રીરામ કથાનો આજે ચોથો દિવસ

રાજકોટ તા. ર૧: આફ્રિકા-કેન્યા-કેરિચોની પ્રાકૃતિક સૌંદર્યમંડિત ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથાના ત્રીજા પડાવે (ગઇકાલે) કથા પ્રારંભે પૂ. મોરારીબાપુની રામકથાઓની પ્રકાશન શ્રેણીમાં જામનગરની ભૂમિ પર ગવાયેલી રામકથા ‘માનસ ક્ષમા' (સં. નીતિન વડગામા) પુસ્તિકાનું વ્યાસપીઠ પરથી લોકાર્પણ થયું હતું. કથાના પ્રેમ સંવાદને આગળ વધારતા બાપુએ કહ્યું કે, કઠોપનિષદનો એક મંત્ર છે, જેમાં રથનો સંદર્ભ છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે, હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું. આ રથયાત્રા તત્વતઃ અંતરયાત્રા છે, દરેક રથયાત્રા બકિર હોય છે પણ આ માનવ (હૃદય) ની યાત્રા અંતરયાત્રા છે. લંકાકાંડમાં તુલસીજી જે ધર્મરથ બતાવે છે એનો સારથિ ઇશ્વર ભજન છે. નિરંતર ઇશ્વર સ્મરણથી આપણને સુખ મળે છે. સુખ ચાર પ્રકારના છે. (૧) બૌધ્ધિક સુખ (ર) માનસિક સુખ (૩) ચૈતસિક સુખ અને અહંકારિક-અભિમાનીક સુખ. કોઇના શબ્દો સાંભળી આપણને માનસિક સુખ મળે છે. વિદ્વાનોને બૌધ્ધિક સુખ મળે છે જયારે ચૈતસિક સુખ યોગ દ્વારા મળે છે. અહંકારીક સુખ એટલે મારી પાસે આટલો પૈસો છે, હું બળવાન છું, તેજસ્વી છું, સમર્થ છું, મેં આટલા પૂજાપાઠ કર્યા છે, મેં આટલી કથાઓ સાંભળી છે, મેં આટલી કથાઓ કરી છે, આ બધા અહંકારીક સુખ છે. કેટલીક ક્ષમતાઓનું અભિમાન એ અહંકારિક સુખ છે. (-મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ. મો. ૮૧૪૦ર ૧૩૧૩૦ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
