તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
મહાદેવને માથું ટેકવ્યું અને આંખોની રોશની પાછી આવી ગઈ

હોશિયારપુર તા.૧૮: હિમાચલ પ્રદેશમાં બનૌડે મહાદેવ બહુ ફેમસ છે. તાજેતરમાં અહીં ભક્તને ચમત્કારનો અનુભવ થયો હોવાની વાત ભક્તે શેર કરી છે. એ શ્રદ્ધાળુનો દાવો છે કે તેને મહાદેવનાં દર્શન કરવાથી આંખોની જતી રહેલી લ્લષ્ટિ પાછી આવી ગઈ હતી. હિમાચલ પ્રદેશના ઉનામાં આવેલા આ મહાદેવનાં દર્શન કરવા માટે પંજાબના હોશિયારપુરના લવલીભાઈ તેમના પરિવાર સાથે દર્શન માટે આવ્યા હતા. લવલીને બ્રેઇન-હેમરેજ થવાથી આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. ડોક્ટરોને પણ હવે દ્રષ્ટિ પાછી આવશે કે કેમ એ બાબતે શંકા હતી. દ્રષ્ટિ જતી રહેતાં તેમને હાથ પકડ્યા વિના ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. જોકે પરિવારજનો તેમને આ મહાદેવના દર્શને લઈ આવ્યા. અહીં મહાદેવને માથું ટેકવીને વિભૂતિ કપાળે લગાવીને પ્રાર્થના કરતાં થોડા જ કલાકોમાં તેમની દ્રષ્ટિ સુધરી ગઈ હોવાનો લવલીનો દાવો છે
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
