<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ડુંગળી ખાઉં છું, મગજ નથી ખાતો PMએ ભેળ ખાઈને વખાણ કર્યા

દુકાનદાર અને પીએમ મોદી વચ્‍ચે થોડી હળવી રમૂજ જોવા મળી હતીઃ જે હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બની છે

નવી દિલ્‍હી તા.૨૦: PM મોદી રવિવારના રોજ પヘમિ બંગાળના પ્રવાસે હતા. ઝાડગ્રામમાં તેમણે રેલી કરી હતી. આ દરમિયાન રસ્‍તામાં તેઓ એક દુકાને રોકાયા હતા અને ભેળ (પヘમિ બંગાળમાં ઝાલમુડી) ખાધી હતી. ભેળ બનાવતી વખતે દુકાનદારે પૂછ્‍યું કે, તમે ડુંગળી ખાઓ છો. ભ્‍પ્‍એ જવાબ આપ્‍યો- હા, ડુંગળી ખાઉં છું, દિમાગ નથી ખાતો બસ. આ સાંભળીને દુકાનદાર હસવા લાગ્‍યો હતો. PMએ દુકાનદાર સાથેની આ મુલાકાતનો અંદાજે ૪૦ સેકન્‍ડનો વીડિયો પોતાના ટ્‍વીટર પર પોસ્‍ટ કર્યો છે. સાથે જ કેટલીક તસવીરો પણ શેર કરી છે.

બંગાળમાં વિધાનસભાની ચૂંટણી વચ્‍ચે ઝાડગ્રામની ગલીઓમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો ચટાકેદાર ‘ભેળ પ્રેમ' સોશિયલ મીડિયા પર જબરદસ્‍ત ચર્ચાનો વિષય બન્‍યો છે. સુરક્ષાના કડક ઘેરાને તોડીને જ્‍યારે PM મોદી એક સાધારણ દુકાન પર પહોંચ્‍યા, ત્‍યારે ત્‍યાંનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો હતો. પોતાના ખિસ્‍સામાંથી પૈસા કાઢવાથી લઈને દુકાનદાર સાથેની તેમની મજેદાર વાતચીતે લોકોના દિલ જીતી લીધા છે.

PM મોદી ભાઈ, અમને તમારી અહીંની ઝાલમુડી (ગુજરાતની ભેળ) ખવડાવો.

દુકાનદારઃ આવો સર ચોક્કસ.

PM મોદીઃ કેટલાની હોય છે ઝાલમુડી?

દુકાનદારઃ તમે કેટલાની ખાશો?

મોદીઃ નહીં, નહીં, સારી વાળી કેટલાની હોય છે?

દુકાનદારઃ ૧૦ રૂપિયાની અને ૨૦ રૂપિયાની.

મોદીઃ જે પણ હોય બનાવી દો.

દુકાનદારઃ ઠીક છે.

મોદીઃ (ખિસ્‍સામાંથી પૈસા કાઢતા) કેટલા ૧૦ રૂપિયા આપવાના છે, આ લો.

દુકાનદારઃ અરે નહીં સર (ફરી PMના કહેવા પર તેણે લઈ લીધા).

દુકાનદારઃ ડુંગળી ખાઓ છો?

PM: હા, ડુંગળી ખાઉં છું, દિમાગ નથી ખાતો બસ. જનતા વચ્‍ચે બની ચર્ચા

આ દ્રશ્‍ય જોઈને ઝાડગ્રામની જનતા હેરાન રહી ગઈ હતી. એક તરફ જ્‍યાં બંગાળમાં કરોડોના કૌભાંડોના સમાચાર ચર્ચામાં રહે છે, ત્‍યાં દેશના વડાપ્રધાનનું એક-એક રૂપિયાનો હિસાબ રાખવો અને દુકાનદારના સ્‍વાભિમાનનું સન્‍માન કરવું લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ભાજપ સમર્થકોનું કહેવું છે કે, આ મોદીની ‘ગેરંટી' અને તેમની ‘સાદગી'નું પ્રમાણ છે. આમ, ઝાડગ્રામની આ નાની દુકાન હવે વિસ્‍તારમાં ફેમજ થઈ ગઈ છે. આ પળ એ સાબિક કરે છે કે, સત્તાના શિખર પર બેઠા પછી પણ તેઓ પોતાના મૂળ અને સામાન્‍ય શિષ્ટાચારને ભૂલ્‍યા નથી. સોશિયલ મીડિયા પર હવે લોકો પીએમ ખિસ્‍સામાંથી નીકળેલી તે નોટો અને તેમની ‘મગજ નહીં ખાવાની' વાત પર જોરદાર કોમેન્‍ટ્‍સ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, PM જે દુકાને ભેળ ખાવા ગયા હતા, તે દુકાનદારનું નામ વિક્રમ સાવ છે, તે બિહારનો રહેવાસી છે. અત્‍યારે પોતાના માતા-પિતા સાથે બંગાળમાં રહે છે. વિક્રમે મીડિયાને જણાવ્‍યું હતું કે, તેણે ક્‍યારેય વિચાર્યું નહોતું કે વડાપ્રધાન તેની દુકાનમાં આવીને ભેળ ખાશે. તેણે તેમના માટે ભેળ બનાવી હતી. દુકાનદારે પૈસા લેવાની ના પાડી તો PM મોદીએ તેને જબરદસ્‍તી પકડાવી દીધા હતા. દુકાનદારના જણાવ્‍યા અનુસાર, PMએ ભેળ ખાઈને તેના વખાણ પણ કર્યા હતા. વધુમાં દુકાનદારે જણાવ્‍યું હતું કે,PM એ ભણતર વિશે પણ પૂછ્‍યું હતું.

(10:26 AM IST)