<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

મારા લેખન બદલ મને પુલિત્‍ઝર એવોર્ડ મળવો જોઈતો હતોઃ ટ્રમ્‍પ

નોબેલ બાદ વધુ એક સન્‍માન ન મળ્‍યાનો વસવસો ! : રશિયાથી જોડાયેલ તપાસનાં રિપોર્ટિગ માટે પુલિત્‍ઝર એવોર્ડ મેળવનારા પત્રકારોની ટીકા કરી

નવી દિલ્‍હી,તા.૨૩: અમેરિકાનાં રિકાનાં પ્રમુખ ડોનાલ્‍ડ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ટ્રમ્‍પ ફરી કરી એક એક વખત પોતાના પોતાના લેખન કાર્ય માટે પણ પુલિત્‍ઝર પુરસ્‍કાર મળવો જોઈતો પુરસ્‍કારોનાં પ્રેમ લઈને ચર્ચામાં છે. નોબેલ શાંતિ પુરસ્‍કાર હતો

સાઉથ કેરોલિનામાં એક રેલી દરમિયાન તેમણે આ વાત જણાવી હતી. આ દરમિયાન તેમણે રશિયાથી જોડાયેલ તપાસનું રિપોર્ટિગ કરનારા પત્રકારોને પણ નિશાન બનાવ્‍યા હતાં.

સંયુક્‍ત રાજ્‍ય અમેરિકાનાં સાઉથ કેરોલિનાનાં પેંડલટનમાં રિપબ્‍લિકન સમર્થકોને સંબોધન કરતા ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે તેમને નોબેલ પુરસ્‍કાર મળ્‍યો નથી અને પુલિત્‍ઝર પુરસ્‍કાર પણ આપવામાં આવ્‍યો નથી. ટ્રમ્‍પ એ પત્રકારોની પણ ટીકા કરી છે જેમને રશિયાથી જોડાયેલ તપાસનાં રિપોર્ટિગ માટે પુલિત્‍ઝર પુરસ્‍કાર મળ્‍યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ પત્રકારોનું રિપોર્ટિગ ખોટું હતું અને તેમને સન્‍માન મળવું જોઈતું ને હતું. ઉલ્‍લેખનીય છે કે ટ્રમ્‍પે વારંવાર જણાવ્‍યું છે કે આંતરરાષ્ટ્રીય વિવાદ અને યુહોને સમાપ્ત કરવાનાં તેમના પ્રયત્‍નો માટે તેમને નોબેલ શાંતિ પુરસ્‍કાર મળવું જોઈતું હતું. તેમણે દાવો કર્યો છે કે તેમણે અનેક યુદ્ધો સમાપ્ત કરવામાં મદદ કરી છે. ચાલુ વર્ષે નોમેલ શાંતિ પુરસ્‍કાર ન મળ્‍યા પછી પણ ટ્રમ્‍પે આ મુદ્દે નારાજગી વ્‍યક્‍ત કરી હતી. ટ્રમ્‍પનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સારે તેમના પ્રયત્‍નોને પૂરતું સન્‍યાન મળ્‍યું નથી.

(9:52 AM IST)