News of Monday, 23rd November 2026
મારે બ્રેઝા જ જોઈએ'' કહી વરરાજા લગ્નમંડપમાંથી જાન લઈને પરત ફર્યો
કન્યાપક્ષે બૂક કરાવેલી હ્યુન્ડાઈ ઓરાને ‘ ટેક્સી ' ગણાવી

સોનપત,તા.૨૩: હરિયાણાના સોનીપતમાં લગ્નસમારંભ દરમિયાન કારના મુદ્દે વિવાદ સર્જાતાં લગ્ન અધૂરાં રહી ગયા હોવાની એક ચકનારી ઘટના બહાર આવી છે. દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા દહેજ લાલચુ વરરાજાએ કન્યાપક્ષે ભેટમાં આપેલી હ્યુન્ડાઈ ઓરા કારને 'ટેક્સી' ગણાવીને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેને મારુતિ સુઝુકી બ્રેઝા કારની માગણી કરી હતી. કન્યાપક્ષ છેલ્લી ઘડીએ બ્રેઝા કારની વ્યવસ્થા ન કરી શક્તાં વરરાજા ૩૦ જાનૈયાઓ સાથે જાન લઇને પરત ફર્યો હતો અને કન્યા લગ્નના મંડપમાં રાહ જોતી રહી
ગઈ હતી. કન્યાના પિતા સુભાષ કુમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પુત્રી હિનાના લગ્ન ગોહાણાના કુલદીપ સાથે છ મહિના પહેલાં નક્કી થયાં હતાં. બંને પરિવારોએ સંમતિથી ૨૦ નવેમ્બરે લગ્ન નિર્ધારિત કર્યા હતાં, તેથી પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સગાંસંબંધીઓને આમંત્રણ પણ મોકલી દીધાં હતાં.
લગ્નના એક દિવસ પહેલાં એટલે કે ૧૯ નવેમ્બરે કારના મુદ્દે વિવાદ થયો હતો. તે દિવસે તેમનો પરિવાર સગાઈની વિધિ માટે વરરાજાના ઘરે જવાનો હતો. તે પહેલાં લગ્ન કરાવવામાં મદદ કરનારા અનિલ અને રાજેશનો તેમને ફોન આવ્યો હતો. ફોન પર અનિલે
પૂછ્યું હતું કે લગ્ન માટે કન્યાપક્ષે કારની વ્યવસ્થા કરી છે કે નહીં. તેના જવાબમાં સુભાષે જણાવ્યું હતું કે તેમણે વરરાજા માટે પહેલેથી જ કાર બુક કરાવી દીધી છે. જોકે ત્યારબાદ અનિલે તેમને જાણ કરી હતી કે કુલદીપ હ્યુન્ડાઈઓરા કારથી સંતુષ્ટ નથી, કારણ આ મોડલની કારનો ઉપયોગ ટેક્સી તરીકે થાય છે અને તેને બ્રેઝા કાર જ જોઈએ છે.
આથી કન્યાના પિતાએ આશરે રૂ.૯.૫ લાખની હ્યુન્ડાઈ ઓરાનું બુકિગ રદ કરાવી દીધું હતું અને બ્રેઝા કારની વ્યવસ્થા અનેક ડીલરોનો સંપર્ક કર્યો હતો. જોકે લગ્નમાં બહુ ઓછો સમય બાકી ન હોવાથી તેઓ કારની વ્યવસ્થા કરી શક્યા નહોતાં.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
