News of Saturday, 19th September 2026
‘હું રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માગું છું': યુવતી દિલ્હીથી ઈન્દોર પહોંચી
ઈન્દોરમાં આજરોજ રાહુલ ગાંધીની છાત્રો કી ગૂંજ કાર્યક્રમ થવાનો છે

ઈન્દોરઃ તા.૧૯: ઈન્દોરમાં ૧૯ સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીની છાત્રો કી ગૂંજ કાર્યક્રમ થવાનો છે. તેને લઈ કોંગ્રેસના નેતાઓમાં ભારે ઉત્સાહ છે. હવે કાર્યક્રમ પહેલા જ રાહુલ ગાંધીની એક મોટી ચાહક દેવોશ્રી મુખર્જી સામે આવી છે. જેણે કહ્યું કે, તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માગે છે.
દેવોશ્રી મુખર્જીએ કહ્યું કે રાહુલ ગાંધી યુવાનો અને છાત્રો સાથે જોડાયેલા મુદ્દાને જે રીતે ઉઠાવે છે, તેનો યુવાનો પર પ્રભાવ પડે છે. આ જ કારણથી તે રાહુલ ગાંધીને સાંભળવા માટે ઈન્દોર આવી છે. તેણે રાહુલ ગાંધીને લઈ પોતાની પસંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, જો અભિનેત્રી કરીના કપૂર રાહુલ ગાંધી સાથે ડેટ કરવા માગતી હતી તો એક સામાન્ય છોકરી પણ તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખી શકે છે. તેનું આ નિવેદન છાત્રો કી ગૂંજ કાર્યક્રમ પહેલા ચર્ચામાં આવ્યું છે.
દેવોશ્રી મુખર્જી રાહુલ ગાંધીની ટીમ સાથે જોડાયેલી છે અને છાત્રો કી ગૂંજ કાર્યક્રમ માટે દિલ્હીથી ઈન્દોર પહોંચી છે. તેમણે કહ્યું કે તે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં યુવાનો અને છાત્રોની હાજરીની વચ્ચે તેમને સાંભળવા માગે છે. ઈન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ કોંગ્રેસ તરફથી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને છાત્રો સામેલ થશે. તેના માટે કોંગ્રેસે પહેલા જ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ ઉપરાંત સિગર રાઘવ ચૈતન્યની પ્રસ્તુતિ પણ કાર્યક્રમમાં હશે.
રીઝનલ પાર્ક સામેના મેદાનમાં આયોજિત થનારો આ કાર્યક્રમને કોંગ્રેસે ભારત જોડો ગ્રાઉન્ડ નામ આપી દીધું છે. આ મંચથી રાહુલ ગાંધી યુવાનો અને છાત્રો સાથે સંવાદ કરશે. યુવતીએ કહ્યું કે મારા જેવી એવી કેટલીય છોકરીઓ છે, જે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માગે છે. છોકરીઓમાં રાહુલ ગાંધીને લઈ જબરદસ્ત ક્રેઝ છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
